હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદ અંગે મોટી આગાહી કરી છે. તેમના મતે, 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે. ચોમાસુ સક્રિય થતાં, દેશના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં ચક્રવાતના પરિભ્રમણને કારણે, તે અરબી સમુદ્રમાં સક્રિય થશે અને 19 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં વરસાદી ઝાપટા પડશે. 6 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધવાની શક્યતા છે. 19 થી 22 સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઓગસ્ટના અંત સુધીમાં, રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. નદીઓના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
૧૭ ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેનો ટ્રેક મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગો પર પડશે. ૨૦ ઓગસ્ટથી ઓગસ્ટના અંત સુધી કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને કેટલાક ભાગોમાં પૂર આવશે. જો બંગાળની ખાડીમાં સિસ્ટમ અનુકૂળ સ્થિતિમાં હશે, તો ઊંડા ડિપ્રેશન બની શકે છે. ૧૩ થી ૧૪ ઓગસ્ટ સુધી ભારતમાં ચોમાસુ સક્રિય રહેશે, તેથી ખેડૂતોએ વરસાદની ચિંતા કરવાની જરૂર નથી.
૨૦ ઓગસ્ટની આસપાસ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, વડોદરાના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, નવસારી, સુરત, આહવા, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહિસાગર, પંચમહાલ, ઉત્તર સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ૧૭ ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારું માનવામાં આવે છે, અને ૩૦ ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું માનવામાં આવતું નથી.