અંબાલાલ પટેલે ફરીથી વરસાદને લઈ નવી આગાહી કરી છે. ત્યારે અંબાલાલનું કહેવું છે કે 29 જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તર, મધ્યઝ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલે કહ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમઝ સાયકલોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે વરસાદી માહોલ છવાયો છે. આ સાથે જ ઓગસ્ટમાં 6 થી 10 તારીખ અને 18 થી 21 તારીખે ભારથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 3 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ , પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં ઓરેંજ એલર્ટ છે. આમ, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે 29 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાનની આગાહી પર અંબાલાલ પટેલે પુષ્ટિ આપી છે.