ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદના કારણે રેડ એલર્ટ છે.
સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ નર્મદા તાપી અને ડાંગ ભારે વરસાદ સાથે યલો એલર્ટ પર છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટશે. રાજ્યના ઘણા ભાગોમાં 20 જુલાઈ સુધી વરસાદી ઝાપટા ચાલુ રહેશે. જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 20મી સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડશે. 18 થી 20 તારીખ સુધીમાં મજબૂત સિસ્ટમ રચાય તેવી શક્યતા છે. જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 26 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20મી સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. 18 થી 20 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. મજબુત સિસ્ટમને કારણે તેમાં મોટો ઘેરાવો રહેશે જેના કારણે પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે.
ગુજરાતમાં 4 સિસ્ટમ મંડરાઈ રહી છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો ઉભો થયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ પડી શકે છે. વીજળી પડવાથી ખાસ કરીને પશુઓને ભારે નુકસાન થશે.