દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવાર લાંબા સમયથી દેશનો સૌથી ધનિક પરિવાર બની ગયો છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર 2024 બાર્કલેઝ પ્રાઈવેટ ક્લાયન્ટ્સ હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસની યાદીમાં પ્રથમ ક્રમે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના CMD મુકેશ અંબાણીના પરિવારનું મૂલ્ય 25,75,100 કરોડ રૂપિયા છે. આ સાથે તેઓ દેશનો સૌથી અમીર પરિવાર બની ગયો છે. નીરજ બજાજની બજાજ ફેમિલી આ યાદીમાં બીજા સ્થાને છે. બજાજ પરિવારની કુલ સંપત્તિ 7,12,700 કરોડ રૂપિયા છે. ત્રીજા સ્થાને કુમાર મંગલમ બિરલાનો પરિવાર છે, જેનું મૂલ્ય 5,38,500 કરોડ રૂપિયા છે.
અંબાણી પરિવારની મિલકત
મુકેશ અંબાણીની કંપનીની અંદાજિત કિંમત 309 બિલિયન ડોલર એટલે કે લગભગ 25.75 લાખ કરોડ રૂપિયા છે. જો આપણે તેની તુલના ભારતના જીડીપી સાથે કરીએ તો તે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના લગભગ 10% છે. 8 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. બિરલા પરિવાર 5.39 લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે
અદાણીનું નામ યાદીમાં નથી
આ યાદીમાં અદાણી પરિવારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અદાણી પરિવારનું વેલ્યુએશન 15.44 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે, પરંતુ અદાણી ફર્સ્ટ જનરેશન બિઝનેસમેન હોવાથી તેમને મુખ્ય યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. અદાણી બીજી પેઢીના સક્રિય નેતૃત્વ સાથે પ્રથમ પેઢીના પરિવારોની યાદીમાં ટોચ પર છે જ્યારે સીરમ સંસ્થાનો પૂનાવાલા પરિવાર રૂ. 2.37 લાખ કરોડના બિઝનેસ સાથે બીજા ક્રમે છે. હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે પાછલા વર્ષની સરખામણીમાં ત્રણ-ચતુર્થાંશ પારિવારિક વ્યવસાયોમાં મૂલ્યમાં વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં લાંબા ગાળાની આર્થિક સ્થિરતા અને વૃદ્ધિ જાળવવામાં આ પારિવારિક વ્યવસાયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
ભારતના 10 સૌથી મૂલ્યવાન કૌટુંબિક વ્યવસાયો
અંબાણી પરિવાર
બજાજ પરિવાર
બિરલા પરિવાર
જિંદાલ પરિવાર
નાદર પરિવાર
મહિન્દ્રા પરિવાર
દાની, ચોક્સી અને વકીલ પરિવાર
પ્રેમજી પરિવાર
રાજીવ સિંહ પરિવાર
મુરુગપ્પા પરિવાર