તહેવારોની સિઝનમાં સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. અમૂલ ડેરીએ ફરી એકવાર દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે ફુલ ક્રીમ દૂધની કિંમત 61 રૂપિયાથી વધારીને 63 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. નવા દરો શનિવારથી લાગુ થઈ ગયા છે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢીએ હિન્દુસ્તાન ન્યૂઝને જણાવ્યું હતું કે અમૂલે ગુજરાત સિવાય દિલ્હી-એનસીઆર સહિત અન્ય તમામ રાજ્યોમાં ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે. વાસ્તવમાં, કંપનીએ દૂધના ભાવમાં આ વધારાની અગાઉથી જાહેરાત કરી ન હતી.
નોંધનીય છે કે અમૂલે આ પહેલા 17 ઓગસ્ટે તેના દૂધની કિંમતમાં વધારો કર્યો હતો. જો કે, આ અઠવાડિયે 11 ઓક્ટોબરે મેધા ડેરી અને સુધા ડેરીએ પણ તેમના દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ બંને કંપનીઓએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે.
read more…
- ઓર્ડર આપ્યા વિના તમારા ઘરે પાર્સલ આવે તો ખુશ ન થતા, તમારું બેંક ખાતું ખાલી થતાં વાર નહીં લાગે
- બળાત્કારના દોષિત આસારામ બાપુને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે વચગાળાના જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા
- ટ્રમ્પ જોતા રહ્યા, ચીને ભારત માટે દરવાજા ખોલ્યા, હવે આ 3 વસ્તુઓની કોઈ કમી નહીં રહે
- સાતમ આઠમની 3 દિવસની રજામાં 25 કરોડ રૂપિયાના હીરા ચોરાયા, સુરતમાં હીરા કંપનીના પોલિશિંગ યુનિટમાં અંધાધૂંધી
- આ છે સૌથી મોંઘો ગણપતિ પંડાલ, 474 કરોડનો તો ખાલી વીમો લીધો, જાણો કેટલા કિલો સોનુ-ચાંદી ચઢશે!