વધુ એક વાવાઝોડું લાઈનમાં : બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું બન્યું , આ તારીખે ટકરાશે

vavajodu
vavajodu

અરબી સમુદ્રથી શરૂ થયેલ વાવાઝોડું મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓને કહેર મચાવ્યો છે.ત્યારે વાવાઝોડાએ જાનહાનિ ઓછી કરી પરંતુ કરોડોનું આર્થિક નુકસાન કર્યું હતું. ત્યારે તાઈ-તે વાવાઝોડું આજે રાજસ્થાન પહોંચ્યું છે. આનો અર્થ એ થયો કે વાવાઝોડા હજી સંપૂર્ણ રીતે શાંત થયા નથી, તેમ છતાં, બંગાળની ખાડીમાં બીજું ઓછું દબાણનું વાવાઝોડું રચાઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું 23 મેથી લાગુ થવાની સંભાવના છે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં પડશે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના વરિષ્ઠ અધિકારી બિસ્વાસે કહ્યું કે આ સપ્તાહના અંતમાં બંગાળની ખાડીમાં બીજી નિમ્ન-દબાણ સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. ત્યારે આઇએમડી વિભાગ હાલમાં નવી બનલી લો-પ્રેશર સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે.ત્યારે આ વાવાઝોડા 26 મી મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી સંભાવના છે. જોકે, આ વાવાઝોડાના નામની હજી ઘોષણા કરવામાં આવી નથી.

Read More