દિલ્હીમાં ફરી એકવાર CNGના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે 95 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ દરો 17 ડિસેમ્બરે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. દિલ્હીમાં CNGની કિંમત 95 પૈસા વધીને 79.56 રૂપિયા પ્રતિ કિલો થશે.
નેચરલ ગેસના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ દિવાળી પહેલા સામાન્ય માણસને મોટો આંચકો લાગ્યો હતો. IGL દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
પીએનજીના ભાવમાં પણ 3 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.61 રૂપિયાથી વધીને 78.61 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં કિંમત 78.17 રૂપિયાથી વધારીને 81.17 રૂપિયા કરવામાં આવી હતી.
હવે ફરી સીએનજીના ભાવ વધતા જ સામાન્ય લોકોના ખિસ્સા પર તેની તાત્કાલિક અસર પડી શકે છે. Ola-Uber જેવી સેવાઓ પણ વધુ ચાર્જ લઈ શકે છે. બીજી તરફ, જેઓ દરરોજ ઓટોમાં મુસાફરી કરે છે, તેઓએ પણ તેમના ખિસ્સા ઢીલા કરવા પડશે. કારણ કે પરિવહન ખર્ચ વધશે, ફળો અને શાકભાજીના ભાવમાં વધારો થશે. એટલે કે મોંઘવારી ચારે બાજુથી વધી શકે છે.
Read More
- બે વખત કરડનાર કૂતરાને થશે ‘આજીવન કેદ’ની સજા, સરકારે જાહેર કર્યું નવું ફરમાન, લોકોમાં ગંભીર ચર્ચા
- પ્રધાનમંત્રીના પરિવારમાં કેટલા સભ્યો છે અને શું કામ કરે છે? અહીં જુઓ PM મોદીનો પારિવારીક આંબો
- iPhone 17 મોહ-માયા! iPhone 16 Pro પર ભારે ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે લોકોની પડાપડી
- ચાર જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરો એક જ રૂટમાં, જાણો ભારત ગૌરવ એક્સપ્રેસનું ભાડું
- ટ્રેનની ટિકિટ બૂક કરતાં પહેલા જાણી લેજો આ નવો નિયમ, નહીંતર 1 ઓક્ટોબર પછી હેરાન થઈ જશો