હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સામાન્ય કરતાં 52 ટકા વધુ વરસાદ થયો છે અને આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી છે.
ગુજરાત હવામાનની આગાહી: અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આ વરસાદ થયો છે.