ફોનના કારણે બાળકો અભ્યાસની સાથે શારીરિક પ્રવૃત્તિઓથી દૂર જઈ રહ્યા છે. જેના કારણે તેના સ્વાસ્થ્ય પર અસર થવા લાગી છે. હવે સરકાર આ બાબતે સતર્ક બની છે. સરકારે હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ખુદ દેશના વડાપ્રધાને આ જાણકારી આપી છે. હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફેસબુક-ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે નહીં.
વડાપ્રધાને શું કહ્યું?
આ નિર્ણય ભારત સરકારે નહીં પરંતુ ભારતના ખાસ મિત્ર ઓસ્ટ્રેલિયાએ લીધો છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું કે ટેક કંપનીઓ બાળકોની સુરક્ષાને લઈને કોઈ જરૂરી પગલાં લઈ શકી નથી. કંપનીઓની નિષ્ફળતાને કારણે સરકાર હવે આ પગલું ભરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા વાસ્તવમાં બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે, જેના કારણે અમારે આ પગલું ભરવું પડ્યું છે.
X અને TikTok પર પણ પ્રતિબંધ
ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહ્યું કે આ નિર્ણય મેટાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તેમજ ટિકટોક અને એક્સને અસર કરશે.
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન અલ્બેનિસે જણાવ્યું હતું કે વપરાશકર્તાઓ વય મર્યાદાની અંદર છે તેની ખાતરી કરવાની જવાબદારી સોશિયલ મીડિયા અને ટેક કંપનીઓની છે. તે બાળકોના માતાપિતાની જવાબદારી નથી. કારણ કે માતા-પિતા પહેલાથી જ તેમના બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને ચિંતિત છે. આવી સ્થિતિમાં, જો 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા જોવા મળે છે, તો માતાપિતા અથવા બાળકો બંનેને દંડ કરવામાં આવશે નહીં.
નિર્ણયને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે
વડાપ્રધાનના નિર્ણયને જનતાનો સકારાત્મક સમર્થન મળી રહ્યું છે. અલ્બેનીઝે કહ્યું કે આ અઠવાડિયે નવો કાયદો બહાર આવશે. આ કાયદો નવેમ્બરમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. આ ખાસ નિર્ણય ઓસ્ટ્રેલિયાથી શરૂ કરવામાં આવી રહ્યો છે પરંતુ આગામી સમયમાં તેની અસર અન્ય દેશોમાં પણ જોવા મળશે. સોશિયલ મીડિયા દ્વારા બાળકોને જે નુકસાન થઈ રહ્યું છે તેના કારણે આ નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે.