હોળી પહેલા સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. સ્થાનિક ગેસ કંપનીઓએ લાંબા સમય બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 1103 રૂપિયા થઈ ગઈ છે. અત્યાર સુધી આ સિલિન્ડર 1053 રૂપિયામાં મળતું હતું. નવી કિંમતો 1 માર્ચથી લાગુ થઈ ગઈ છે. આ પહેલા 6 જુલાઈ 2022ના રોજ ઓઈલ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો અને તે વધીને 1053 રૂપિયા થઈ ગયો હતો.
ગઈકાલ સુધીનો દર 1769 રૂપિયા હતો.
છેલ્લા ઘણા મહિનાઓથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ પછી તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ધરખમ વધારો કર્યો છે. આ વખતે કંપનીઓએ કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે ગેસ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ આ સિલિન્ડર રૂ.1769માં મળતું હતું. 1 જાન્યુઆરીએ આ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો હતો.
અગાઉ, છેલ્લા ઘણા મહિનાઓથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો. 1 મે 2022ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત રેકોર્ડ 2355.50 હતી. (અપડેટ ચાલુ છે)
Read More
- મોદી સરકારે રદ કર્યા 6 કરોડ રેશનકાર્ડ , શું તમારું પણ યાદીમાં નામ નથી ને ?
- ICC રેન્કિંગઃ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડના આ સ્ટારને પછાડી વિશ્વ નંબર-1 બન્યો
- 1 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લાવો આ મારુતિ કાર જે 34 કિમીથી વધુ માઈલેજ આપે છે, EMI માત્ર આટલું જ છે
- આ 3 રાશિઓ માટે શનિ-રાહુનો સંયોગ છે ખતરો! પિશાચ યોગના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે
- સોનું મોંઘુ થયું, 24 અને 22 કેરેટ સોનાનો ભાવ