મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત આજે ઘટીને 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગઈ છે. ત્યારે આ અગાઉ ગઈ કાલે સોનું 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને સ્પર્શ્યું હતું. ત્યારે કોમોડિટી માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડો સોનામાં પ્રોફિટ બુકિંગના કારણે થયો છે. બાકીના સોના માટે એકંદરે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે.
કોમોડિટી માર્કેટના નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના માટે મજબૂત સપોર્ટ 1,720 ડોલર પ્રતિ ઓસ છે, જેનો અર્થ એ છે કે સોનાની કિંમત તેનાથી નીચે જવાની શક્યતા ઓછી છે. ટૂંકા ગાળામાં તે 1,800 ડોલર પ્રતિ સુધી પહોંચે તેવી અપેક્ષા છે.
ત્યારે નિષ્ણાતો માને છે કે એક મહિનાના સમયમાં કિંમતી ધાતુ 1,850 ડોલર પ્રતિ સુધી પહોંચી શકે છે.ત્યારે તેમણે રોકાણકારોને સલાહ આપી હતી કે સોનું હાલના સ્તરે 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખરીદી શકાય છે. 46,900 ના સ્તર સુધી દરેક ઘટાડા પર ખરીદી શકાય છે. જો કે, તેમણે એમસીએક્સ પર 46,600 રૂપિયાનો સ્ટોપલોસ લાદવાની વાત પણ કરી છે.
Read More
- 2026 માં ગજકેસરી રાજયોગ આ રાશિઓના ભાગ્યને બદલી નાખશે. જાણો તે તમારી રાશિ પર કેવી અસર કરશે.
- નવેમ્બરમાં સૂર્યના ગોચર સાથે, આ રાશિના જાતકો માટે સુવર્ણ સમય શરૂ થશે, તેમને દરેક ક્ષેત્રમાં લાભ થશે.
- ૧૦,૦૦૦ ના દમ સાથે NDA ડંકો વગાડ્યો, બિહારની સૌથી મોટી જીત તરફ આગળ વધી
- બિહારમાં NDAને પ્રચંડ બહુમતી, મહાગઠબંધનના સૂપડાં સાફ
- ‘મોદીના હનુમાન’ એ 2100% ઉછાળા સાથે રેકોર્ડ બનાવ્યો… ભાજપ, નીતિશ અને તેજસ્વીને હરાવ્યા
