લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું છે અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ જાહેર થવા લાગ્યા છે. ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસે માત્ર 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે ભાજપ અને કોંગ્રેસ થોડા દિવસોમાં તેમના બાકીના ઉમેદવારોની જાહેરાત કરશે.
જો કે આ વખતે ભાજપે રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. રૂપાલા હાલ પ્રચાર માટે ગામડાઓમાં ફરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામે ઉમેદવાર જાહેર કર્યો નથી. જો કે હાલ રાજકોટ બેઠક પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા રહેલા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે.
જો કોંગ્રેસ ધાનાણીને મેદાનમાં ઉતારશે તો રાજકોટમાંથી બંને ઉમેદવારો આયાત થશે. તે તમને 2002ની ચૂંટણીની પણ યાદ અપાવશે. એટલું જ નહીં કડવા V/S લેઉઆ પાટીદાર વચ્ચે લડાઈ થવાની શક્યતા છે.તમામ રાજકોટવાસીઓ કોંગ્રેસના ઉમેદવારની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે