કુદરતનો કરિશ્મા: અહીં 8 પગવળી બકરીનો જન્મ થયો, ફોટો જોઈને હેરાન રહી જશો

bakari
bakari

પશ્ચિમ બંગાળમાં ચાર પગવાળા બકરીના જન્મની ઘટનાએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ત્યારે વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે આ નવજાત બકરીને પણ બે હિપ્સ છે. પ્રકૃતિનો આ વિચિત્ર કરિશ્મા જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે,બકરીના ગ-ર્ભમાં આઠ પગ અને બે હિપ્સ કેવી રીતે રાખ્યા હશે તે સવાલથી ઘણા લોકો પરેશાન થયા છે.

આ આઠ પગવાળી બકરીનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ફોટો જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે ત્યારે ઘણા લોકોએ આ ફોટોને બનાવટી હોવાનું પણ ગણાવ્યું હતું. ત્યાર તમને જણાવી દઈએ કે આઠ પગ લઈને જન્મેલા આ બકરીના ફોટામાં કોઈ ચેડા કરવામાં આવ્યા નથી, તે વાસ્તવિક છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવજાત બકરીને પણ બે હિપ્સ છે, જો કે તેના ધડ અને માથું એક સરખા છે.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બનાગાણ સ્થિત કાલમેઘ વિસ્તારમાં આ ઘટના બની છે અહીં લોકોની ઉત્સુકતા બની ગયા છે. આઠ પગ અને બે હિપ્સવાળા બકરીના સમાચાર આ વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા છે ત્યારે પ્રકૃતિના આ ચમત્કારને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ચમત્કારી બકરીને જોવા સ્થાનિક લોકો ઉમટયા હતા.

કાલમેઘમાં રહેતા સરસ્વતી મંડળના ઘર આ બકરીને જોવા લોકોનો ધસારો છે. સરસ્વતી મંડળના ઘરે ગાય અને બકરી જેવા ઘણા ઘરેલુ પ્રાણીઓ છે. ત્યારે ગુરુવારે સવારે આ બકરીએ બે બચ્ચાને જન્મ આપ્યો હતો તેમાંથી એકનો જન્મ 8 પગ અને બે હિપ્સ સાથે થયો હતો, ત્યારે બીજો સામાન્ય હતો. જો કે, આઠ પગવાળો બકરી જન્મ પછી મિનિટો પછી મરી ગયો.

Read More