બોટાદના કુંડલ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવી છે. મૂર્તિમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નીલકાંતવર્ણીને ફળ અર્પણ કરતા બતાવવામાં આવ્યા છે. આ મુદ્દે ગુજરાતના વિવિધ શહેરોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. વડોદરા અને રાજકોટમાં કેટલાક ધર્મગુરુઓ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બોટાદ જિલ્લાના બરવાળાના સલંગપુર ધામમાં છેલ્લા કેટલાય દિવસોથી મંદિરમાં બનેલી સલંગપુરના રાજાની મૂર્તિ નીચે ભીંતચિત્રને કારણે કરોડો ભક્તો ભાવુક છે. વિવાદાસ્પદ ભીંતચિત્રમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી દાદાનું અપમાન થયું હોવાનું વધુ એક દ્રશ્ય સામે આવ્યું છે.
તીર્થસ્થળ સલંગપુર ખાતે હનુમાનની વિશાળ પ્રતિમા ‘સલંગપુરના રાજા’ના ભીંતચિત્રને લઈને વિવાદ ઉભો થયો છે. એક ભીંતચિત્રમાં, હનુમાનજી સ્વામિનારાયણને બે હાથ જોડીને નમસ્કાર કરતા દર્શાવાયા છે. આ સાથે જ વિશાળ મૂર્તિમાં હનુમાનજીના કપાળ પર લગાવવામાં આવેલા તિલકને લઈને પણ ભારે ચર્ચાઓ જાગી છે. હવે બોટાદથી થોડે દૂર આવેલા અન્ય સ્વામિનારાયણ મંદિર કુંડલધામમાં હનુમાનની મૂર્તિ છે. જેમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નીલકાંતવર્ણીને ફળ અર્પણ કરતા બતાવવામાં આવ્યા છે. કુંડલધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પાર્કિંગની જગ્યા પાસે નદીના પુલ પાસેના બગીચામાં આવા ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે.
સલંગપુર હનુમાનજી મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારની પાછળના પ્રાંગણમાં હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમાના પાયાની આસપાસની ખાલી જગ્યા પર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતો દર્શાવતી શિલ્પો કોતરવામાં આવી છે. આ પ્રતિમાઓમાં, હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે અને હનુમાનજીને સહજાનંદ સ્વામીની સામે હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં ઉભા દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ભીંતચિત્રમાં હનુમાનને આસન પર બેઠેલા બતાવવામાં આવ્યા છે, જ્યારે હનુમાનને હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં બેઠેલા બતાવવામાં આવ્યા છે. દરમિયાન, કેટલાક મુલાકાતીઓ દ્વારા આ શિલ્પોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે.
Read More
- આજે માં લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિના જાતકોની કિસ્મત ચમકવા લાગશે..મળશે ધન લાભ
- આજે માં ખોડિયારના આ રાશિના જાતકોને વિશેષ આશીર્વાદ મળશે
- લગ્નની સીઝનમાં જ એક તોલોનો ભાવ રૂ.63 હજારને પાર..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- ડીઝલ SUV જોઈએ છે, CNG પર ભરોસો નથી? 25 થી વધુ માઈલેજ, AMT ટ્રાન્સમિશન અને ઓછી કિંમત, આ છે 3 શ્રેષ્ઠ કાર
- કારતક પૂર્ણિમાના દિવસે ઘરના દરવાજા પર, તુલસીના ઝાડ નીચે અને આ સ્થાનો પર દીવો કરો, તમને અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય મળશે.