આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 27-28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાનશાસ્ત્રીએ કરી છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક બીજી સિસ્ટમ સક્રિય થતાં આજે વરસાદની અપેક્ષા છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં બીજી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસોમાં વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 115.5 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ ચૂકી છે અને હવે તે લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર વિસ્તાર બન્યા બાદ આગળ વધશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદ આવે તેવી શક્યતા છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વરસાદનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે.
તો અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વ ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી ચોમાસુ સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે ત્રાટકી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં 27-28 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડી શકે છે. આ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.
Read More
- ગ્રહોનો રાજકુમાર બુધ પોતાનો માર્ગ બદલશે: આ 4 રાશિઓનો દિવસ ફળદાયી રહેશે!
- ઈંડામાં ખતરનાક કેન્સર પેદા કરતો પદાર્થ મળી આવ્યો! FSSAI એ ચેતવણી જારી કરી; ખાતા પહેલા આ વાંચો.
- શુક્રાદિત્ય રાજયોગને કારણે, વૃષભ સહિત 5 રાશિઓને ઇચ્છિત સફળતા મળશે.
- ૧૦૦ વર્ષ પછી બની રહ્યો છે સમસપ્તક રાજયોગ, આ રાશિઓ ૨૦૨૬ માં ધનવાન બનશે.
- હાર્દિક પંડ્યાએ યુવરાજ સિંહનો સર્વકાલીન રેકોર્ડ તોડ્યો અને આ સંદર્ભમાં નંબર વન ભારતીય ખેલાડી બન્યો.
