દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ વ્યક્તિ સતત બે ટર્મ સુધી આ હોદા પર રહી શકે નહીં, પણ દર પાંચ વર્ષે નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવાની પરંપરા છે.
ત્યારે તમને જણાવી દઈએ કે દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ સતત બે ટર્મ માટે આ પદ માટે ચૂંટાયા હતા અને તેમના પછી બીજા કોઈને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષથી વધુ ઉંમરના નેતાને આ પદ આપવાના પક્ષમાં નથી.ત્યારે આવી સ્થિતિમાં રામનાથ કોવિંદને ફરીથી ચૂંટવામાં મુશ્કેલ થઇ શકે છે. મહામહિમ કોવિંદ 1 ઓક્ટોબરે 76 વર્ષના થશે.
ભારતના રાષ્ટ્રપતિ તરીકે રતન ટાટા ? દેશના પહેલા નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ જુલાઈ 2022 માં પૂરો થઇ રહ્યો છે.ત્યારે આગામી રાષ્ટ્રપતિના નામો પર ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રતન ટાટાનું નામ પણ સામેલ છે. ઈન્ટરનેટ મીડિયા પર અભિયાન ચલાવીને રતન ટાટાને દેશના આગામી રાષ્ટ્રપતિ બનાવવા અપીલ કરવામાં આવી રહી છે.
ત્યારે ટ્વિટર પર #RatanTata4President ઝુંબેશ ચાલી રહી છે. તમિલ ફિલ્મોના સૌથી મોટા નિર્માતા નાગા બાબુએ પણ રતન ટાટાને રાષ્ટ્રપતિ બનાવવા માટે ટેકો આપ્યો છે.ત્યારે રતન ટાટા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેમની ખૂબ જ સારી પ્રતિષ્ઠા છે, તેથી તેઓ આ પદ માટે લાયક છે. ત્યારે આ અંગે હજુ સુધી રતન ટાટા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ત્યારે એવું માનવામાં આવે છે કે એનડીએની સાથે યુપીએ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે.ત્યારે શરદ પવાર વિપક્ષી પાર્ટીઓમાંથી સૌથી મોટું નામ હશે પવારે અત્યાર સુધી તેનો ઈન્કાર કર્યો છે. પણ આ સાથે જ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુનું નામ રેસમાં આગળ છે. એનડીએ તરફથી બીજું નામ કેરળના ગવર્નર આરીફ મોહમ્મદ ખાન છે. નીતિશ કુમારનું નામ પણ સમાચારોમાં છે પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવશે.
Read More
- બજરંગ બલિની કૃપાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ખુલશે, ઘર ધનથી ભરાઈ જશે…
- 24 કલાકમાં બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, શુક્રની કૃપાથી થશે મોટો આર્થિક લાભ
- 5-સીટર CNG છોડો, આ છે સૌથી સસ્તી 7-સીટર CNG કાર, માઇલેજ પણ છે ધમાકેદાર
- 1 જૂનથી બેંકો, ITR સહિત ઘણા નિયમો બદલાશે, કરોડો ગ્રાહકોને થશે અસર
- આ ત્રણ રાશિઓનું ભાગ્ય માં ખોડિયારની કૃપાથી ચમકશે, આ ત્રણ રાશિઓ બનશે ધનવાન…