જો તમે નબળાઇની સમસ્યાથી પરેશાન છો, તો તમારે અખરોટનું સેવન કરવું જોઈએ અખરોટનું નિયમિત સેવન કરવાથી મગજ હંમેશાં સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ ઘણી હદ સુધી ઓછું થઈ જાય છે.ત્યારે અખરોટ મેમરીને મજબૂત બનાવે છે.
જાણીતા આયુર્વેદના જણાવ્યા પ્રમાણે તંદુરસ્ત ચરબી, ફાઇબર, વિટામિન અને ખનિજોથી ભરપુર અખરોટ મગજની તંદુરસ્તી અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પણ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે અખરોટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા -3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે.
આયુર્વેદના ડોકટરના જણાવ્યા પ્રમાણે અખરોટને કાચો ખાવાને બદલે તેને પલાળીને ખાવાથી વધી લાભ થાય છે આ માટે રાત્રે સૂતા પહેલા 3 અખરોટને પલાળી નાખો અને સવારે ઉઠ્યા પછી ખાલી પેટ ખાઓ. પલાળેલા અખરોટ ઘણા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
અખરોટ ના 5 ફાયદા
અખરોટ શરીરના મેટાબોલિજ્મમાં વધારો કરે છે અને શરીરમાંથી વધારાની ચરબી દૂર કરે છે.તેમાં ફાઇબર ભરપુર માત્રા હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં મળતું આલ્ફા-લિનોલેનિક એસિડ હાડકાંને મજબૂત રાખે છે. અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ ભરપૂર હોય છે, જે તમારા હૃદય માટે ફાયદાકારક છે. તેને ખાવાથી સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થઈ શકે છે.
આયુર્વેદ ડોકટરના જણાવ્યા પ્રમાણે અખરોટ પુરુષોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે અખરોટમાં એવાગુણધર્મો છે, જે વી-ર્-યની ગુણવત્તામાં સુધારો કરે છે. આહારમાં શામેલ કરવાથી ગણતરી, ગતિશીલતા સુધરે છે, જે શક્તિની નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે. શક્તિ વધારવા માટે અખરોટનું સેવન ખૂબ ફાયદાકારક છે.
Read More
- રાજકોટમાં બનશે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ:અહીં વૃદ્ધોને મળશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા
- અમેરિકામાં ગૌતમ અદાણી પર ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેરમાં કડાકો , બજાર પણ લાલચોળ
- સસ્તામાં મોંઘી વસ્તુઓનો આનંદ લો, 50 લાખ રૂપિયાની આ કાર માત્ર 7.5 લાખ રૂપિયામાં ઘરે આવશે, ડાઉન પેમેન્ટ પણ શૂન્ય થશે.
- લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં કડાકો..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- વર્ષનું છેલ્લું ગુરુ પુષ્ય યોગ આજે, હવે આ 5 રાશિઓનો શુભ તબક્કો શરૂ થશે, તમને મહેનતનો બમણો લાભ મળશે.