અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ માહોલ જામતો જાય છે. દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર એકવાર ફરીથી હુમલાનો પ્રયાસ થયો છે.
રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરીડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગ દરમિયાન ટ્રમ્પ માત્ર 400થી 500 મીટર દૂર હતા. જોકે તેઓ સુરક્ષિત છે. આ મામલે FBI અને સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે FBI અને સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી દીધી છે.
સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષીત છે. આ ઘટના અંગે ખુદ ટ્રમ્પે જ માહિતી આપી છે કે, તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.
https://x.com/TrumpDailyPosts/status/1835525355454787861
ઈલોન મસ્કે વિવાદસ્પદ નિવેદન આપ્યું
દિગ્ગજ બિઝનેસમેન ઈલોન મસ્કે પણ ટ્રમ્પને નિશાન બનાવવા મામલે જો બાઈડેન અને કમલા હેરિસ પર નિશાન સાધ્યું છે. મસ્કે લખ્યું કે, કોઈ બાઈડેન કે કમલા હેરિસની હત્યાનો પ્રયાસ કરતું નથી.’ મસ્કની પોસ્ટના કારણે વિવાદ વધવાના એંધાણ છે. કેટલાક યુઝર્સે તેમની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક તેમને સમર્થન આપી રહ્યા છે.
https://x.com/elonmusk/status/1835478980830572884
ટ્રમ્પ પર ફાયરિંગ કરનાર કોણ?
ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં તેમના ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હતો. ઘટના બાદ તરત જ રેયાન વેસ્લી રાઉથની ધરપકડ કરવામાં આવી હતી. બંદૂકધારી ટ્રમ્પથી લગભગ 300 થી 400 મીટર દૂર હતો અને ઝાડીઓમાં છુપાયેલો હતો. 58 વર્ષીય રેયાન વેસ્લી રાઉથ રીઢો ગુનેગાર છે. રેયાન હાલ હવાઈમાં રહે છે અને 1990ના દાયકાથી તેની સામે ડઝનેક પોલીસ કેસ નોંધાઈ ચૂક્યા છે.
ફાયરિંગ અંગે કમલા હેરિસે શું કહ્યું?
ટ્રમ્પની નજીક થયેલા હુમલા અંગે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે કહ્યું કે, પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને ફ્લોરિડામાં તેમની મિલકતની નજીક ફાયરિંગ થયું હોવાના રિપોર્ટ મલ્યા છે. હું ખુશ છે કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. બીજીતરફ વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે, ‘અમે એ જાણીને રાહત થઈ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે.’
ટ્રમ્પ પર 13 જુલાઈએ થયું હતું ફાયરિંગ
જણાવી દઈએ કે અગાઉ ટ્રમ્પ પર 13મી જુલાઈએ પેન્સિલવેલિયામાં એકને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન તેમના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી, જેમાં તેમને આંશિક ઈજાઓ થઈ હતી.