ચૂંટણી પહેલા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી લેજો… ચૂંટણી પંચે બધા માટે કરી આ ખાસ વાત
ચૂંટણી પંચે મતદારોને મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાનું સૂચન કર્યું છે. તમને જણાવી દઈએ કે આ કોઈ ફરજિયાત પ્રક્રિયા નથી, પરંતુ જો તમે ચૂંટણીમાં કોઈ વિક્ષ્લેપ કરવા ન માંગતા હોવ તો તમારે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવું જોઈએ. તેનાથી નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં મદદ મળશે. આ કારણે ચૂંટણી પંચે મતદારોને મતદાર આઈડી સાથે આધાર લિંક કરવાની બધાને અપીલ કરી છે.
કયા દસ્તાવેજોની જરૂર પડશે
મતદાર આઈડી કાર્ડ નંબર
આધાર કાર્ડ
રજીસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ
ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું
-સૌ પ્રથમ, તમારે NVSP https://www.nvsp.in/ અથવા મતદાર સેવા પોર્ટલ https://voters.eci.gov.in/ ના અધિકૃત પોર્ટલની મુલાકાત લઈને લૉગિન અને સાઇન અપ કરવું પડશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો. આ પછી એકાઉન્ટ લોગિન માટે OTP દાખલ કરો. જો તમે રજીસ્ટ્રેશન નથી, તો ‘સાઇન-અપ’ પર ક્લિક કરો. આ પછી મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને પછી Continue પર ક્લિક કરો. આ પછી તમારું નામ અને પાસવર્ડ દાખલ કરીને OTT દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે. આ પછી સાઇનઅપ પ્રક્રિયા પૂર્ણ થશે.
- નીચે સ્ક્રોલ કરો અને આધાર સંગ્રહ વિકલ્પ પર ક્લિક કરો અને ફોર્મ 6B ભરો. આ પછી આધાર અને ચૂંટણી ફોટો આઈડીની જરૂર પડશે.
- આ પછી EPIC નંબર દાખલ કરો, જે તમારા મતદાર ID પર નોંધાયેલ છે. આ પછી ‘Verify & Fill Form’ પર ક્લિક કરો.
- આ પછી તમારી પસંદગીની ભાષા પસંદ કરીને ફોર્મ ભરો.
- પછી ‘નેક્સ્ટ’ વિકલ્પ પર ક્લિક કરો. પછી ‘ફોર્મ 6B’ ભરો અને જરૂરી દસ્તાવેજો ભરો.