બજેટ અને સારીમાઇલેજ કારની હંમેશા વધારે માંગ રહે છે.ત્યારે લોકડાઉનને કારણે વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો ત્યારે હવે એવી અપેક્ષા છે કે ટૂંકા અંતરના વાહનોનું વેચાણ ફરી વધશે. ત્યારે આજે અમે તમને કેટલાક એવા વાહનો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે ઓછા ખર્ચે વધારે માઇલેજ આપે છે. ત્યારે તમને જણાવી દઈએ કે મારુતિ, ડેટસન અને રેનોની આ સસ્તી કારની શરૂઆતની કિંમત 3 લાખ રૂપિયાથી ઓછી છે.
મારુતિ અલ્ટો 800 – સૌથી પહેલા દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક કાર અલ્ટો 800 થી શરૂઆત કરીએ ત્યારે આ કાર બજારમાં લાંબા સમયથી વેચાણ માટે છે.ત્યારે આ કાર પેટ્રોલ એન્જિન તેમજ CNG વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. અને કંપનીએ આ કારમાં 796 સીસી પેટ્રોલ એન્જિન આપ્યું છે. જે 40.3bhp પાવર અને 60Nm ટોર્ક જનરેટ કરે છે.
માઇલેજ અને કિંમત – ત્યારે આ કાર પાંચ વેરિએન્ટમાં મળે છે. ફેક્ટરી ફીટ CNG કીટનો LXi અને LXi (O) વેરિએન્ટ સાથે આવે છે. 5 સીટ ધરાવતી આ નાની કારમાં કંપનીએ 60 લિટર ફ્યુઅલ ટેન્ક આપી છે. આ કારની કિંમત 2.99 લાખ રૂપિયાથી 4.36 લાખ રૂપિયાની વચ્ચે છે. તેનું પેટ્રોલ વેરિએન્ટ 22 kmpl અને CNG વેરિએન્ટ 31 કિલો પ્રતિ કિમી માઇલેજ આપે છે.
રેનો ક્વિડ – ફ્રાંશ ઓટોમેકર રેનોની લોકપ્રિય હેચબેક કાર, ક્વિડ, કુલ બે એન્જિન સાથે બજારમાં મરજેટમાં મળે છે.ત્યારે તેનું 0.8-લિટર ક્ષમતાનું એન્જિન 54 PS પાવર અને 72 Nm ટોર્ક જનરેટ કરે છે.તેનું 1.0-લિટર એન્જિન 68 PS પાવર અને 91 Nm ટોર્ક જનરેટ કરે છે.
માઇલેજ અને કિંમત -ત્યારે તેની કિંમત 3.13 લાખ રૂપિયાથી 5.01 લાખ રૂપિયાની વચ્ચે છે. સામાન્ય રીતે આ કાર 24 kmpl સુધી માઇલેજ આપે છે. તાજેતરમાં જ કંપનીએ આ કારને અપડેટ કરી બજારમાં ઉતારી છે. આ કારમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિવર્સ પાર્કિંગ કેમેરા, ડિજિટલ સ્પીડોમીટર, મેન્યુઅલ એસી, પાવર સ્ટીયરિંગ, રીઅર સીટ આર્મરેસ્ટ જેવી સુવિધાઓ આપે છે.
Datsun redi-GO-આ બજેટમાં Datsun redi GO કાર પણ ખરીદી શકો છો.ત્યારે તેમાં 799 સીસી પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. redi-GO ચાર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ત્યારે બેઝ 0.8 D વેરિએન્ટની કિંમત 2.89 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ કારમાં 999cc એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
માઇલેજ અને કિંમત-જ્યારે Redi-GO 1.0 T (O) AMT વેરિએન્ટની કિંમત 4.77 લાખ રૂપિયા છે. ત્યારે આ કાર છ વેરિએન્ટ અને પાંચ કલરમાં ઉપલબ્ધ છે. 2020 Redi-GO ફેસલિફ્ટમાં 0.8-લિટર અને 1.0-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. બંને એન્જિન BS-6 છે. 0.8-લિટર એન્જિન 54 બીએચપી પાવર અને 72 એનએમ ટોર્ક જનરેટ કરે છે. 1.0-લિટર એન્જિન 68 PS પાવર અને 91 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવે છે. 1.0-લિટર એન્જિન સાથે 5-સ્પીડ AMT નો વિકલ્પ પણ છે.
Read More
- ગુરુ પુષ્ય યોગના લાભથી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે, કામકાજમાં દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે.
- હિંદુ ધર્મના 16 સંસ્કારોમાંથી એક છે પુંસવન સંસ્કાર, જાણો શા માટે ગર્ભવતી મહિલાઓ માટે તેનું મહત્વ કેમ છે.
- રાજકોટમાં બનશે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ:અહીં વૃદ્ધોને મળશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા
- અમેરિકામાં ગૌતમ અદાણી પર ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેરમાં કડાકો , બજાર પણ લાલચોળ
- સસ્તામાં મોંઘી વસ્તુઓનો આનંદ લો, 50 લાખ રૂપિયાની આ કાર માત્ર 7.5 લાખ રૂપિયામાં ઘરે આવશે, ડાઉન પેમેન્ટ પણ શૂન્ય થશે.