હ્યુન્ડાઇ મોટરએ મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વિશે છે. ત્યારે હ્યુન્ડાઇ મોટર ગ્રુપ તેના વાહનોમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. ત્યારે વર્ષ 2028 થી હ્યુન્ડાઇ વાહનો હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વર્ઝનમાં આવશે. ત્યારે તેના શરૂઆતમાં આ વર્ઝન કોમર્શિયલ વ્હીકલમાં જ લોન્ચ કરવામાં આવશે. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વર્ઝન વાહનોની રજૂઆત સાથે, પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોના ભાવ ઘટશે.
હ્યુન્ડાઇ મોટર ગ્રુપમાં હ્યુન્ડાઇ મોટર કંપની અને કિયા કોર્પોરેશનનો સમાવેશ થાય છે.ત્યારે આ મોટર જૂથ હાલમાં એક ફ્યુઅલ સેલ બસ અને એક ફ્યુઅલ સેલ ટ્રક બનાવે છે. અને આ પ્રોડક્ટ્સ એક્ઝિએન્ટ હ્યુન્ડાઇના નામથી બજારમાં વેચાય છે. ત્યારે આ જૂથની 115 બસો દક્ષિણ કોરિયાના રસ્તાઓ પર દોડી રહી છે. ત્યારે આ કંપનીના ફ્યુઅલ સેલ ટ્રક ગયા વર્ષે યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યા હતા અને હાલમાં આવી 45 ટ્રક ચલાવવામાં આવી રહી છે..
ગ્રીન હાઇડ્રોજન પર વધુ ધ્યાન
પ્રીમિયમ જિનેસિસ બ્રાન્ડમાં ફ્યુઅલ સેલ 2025 પછી લોન્ચ થઈ શકે છે.ત્યારે તેની તૈયારી ચાલી રહી છે. ફ્યુઅલ સેલ વર્ઝનમાં પેસેન્જર વ્હીકલ મોડલ વાહનો ક્યારે લોન્ચ થશે તે હ્યુન્ડાઇ મોટરે હજુ સુધી જણાવ્યું નથી. પણ હ્યુન્ડાઇ એક વિકલ્પ તરીકે ગ્રીન હાઇડ્રોજન ઇંધણનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. ત્યારે એવું માનવામાં આવે છે કે આગામી પેઢી માત્ર ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન ઇંધણ વાહનોની છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી વધારો થતા ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનોનું ભવિષ્ય ઉજ્જવળ જોવા મળી રહ્યું છે.ત્યારે ઓટોમેકર્સ બળતણ કોષો અને ઇલેક્ટ્રિક વાહનો માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે.
ફ્યુઅલ સેલનો ફાયદો
હાઇડ્રોજન ઇંધણ કોષ કાર્બન ઘટાડવામાં મદદ કરશે કારણ કે તે કોઇ પ્રદૂષણ પેદા કરતું નથી. ત્યારે બળતણ કોષ ધુમાડા જેવી સમસ્યા વિના પાણી અને ઉર્જા છોડે છે. ત્યારે આ ટેકનોલોજી ખૂબ મર્યાદિત છે અને તેનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો નથી. ઓટો ઉદ્યોગમાં ફ્યુઅલ સેલનો ઉપયોગ વધ્યો છે પણ તેની ગતિ ખૂબ જ ધીમી છે. ઓટો ઉદ્યોગમાં બળતણ કોષોને સામૂહિક રીતે અપનાવવા માટે, મોટી ઇંધણ સેલ સિસ્ટમ બનાવવી પડશે. અત્યારે ઇંધણ સ્ટેશનની પણ અછત છે, જે ધીમે ધીમે શરૂ કરવામાં આવી છે.
Read More
- આ દેશમાં સ્ત્રીઓ ચારિત્ર્યહીન બની ગઈ છે…. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન
- ખતરનાક ચમત્કાર, બે હૃદય સાથે જન્મી એક છોકરી, બંને ધબકે છે… ડોક્ટરો શું કહ્યું??
- PM મોદીની એક જાહેરાત અને લોકોને મજ્જા આવી ગઈ, AC એક ઝાટકે હજારો રૂપિયા સસ્તા થયાં
- ભિખારી મહિલા કરોડપતિ નીકળી! એક દીકરો વિદેશમાં બીજો પણ વેલસેટ, છતાં કેમ ભીખ માંગી રહી છે?
- પટૌડી પરિવારના રાજવી મહેલમાં ભૂતોનો વાસ, થપ્પડ મારી, રાત્રે થયું આવું અજીબ અજીબ, ખાલી કર્યો મહેલ