મારુતિ સુઝુકી સ્વિફ્ટથી લઈને વિટારા બ્રેઝા CNG કાર આવતા મહિને આવશે, મળશે શાનદાર માઇલેજ, જાણો શું રહેશે કિંમત

maruticngcar
maruticngcar

પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં સતત વધી રહ્યા છે ત્યારે ઓટોમેકર્સ અને ગ્રાહકો બંને ઇંધણના અન્ય વિકલ્પો જોઈ રહ્યા છે.ત્યારે આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો વધારે પસંદ કરી રહ્યા છે લોકો. ત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી આપવામાં આવી રહી છે ત્યારે સરકાર બેટરી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા તરફ જય રહી છે.ત્યારે ઇલેક્ટ્રિક વાહનો મુખ્ય બને ત્યાં સુધી, સીએનજી ખૂબ સારો વિકલ્પ છે ત્યારે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં સહેલાઇથી મળી જાય છે.ત્યારે સીએનજી કાર સેગમેન્ટમાં મોટાભાગે મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇનો દબદબો રહ્યો છે.

આ સમયે ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઇ ગઈ છે ત્યારે મારુતિ સુઝુકી પાસે ડીઝલ એન્જિન નથી, ત્યારે ગ્રાહકો માટે વધુ સસ્તું વિકલ્પ આપવા માટે મારુતિ તેના સીએનજી કારના પોર્ટફોલિયોને મજબૂત કરવા જઈ રહી છે.ત્યારે કંપની ટૂંક સમયમાં તેના સીએનજી કાર માર્કેટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે આ કારો ટૂંક સમયમાં માર્કેટમાં રજુ કરવામાં આવશે.

તાજેતરમાં માહિતી સામે આવી છે કે દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકી તેની લોકપ્રિય હેચબેક મારુતિ સ્વિફ્ટ અને કોમ્પેક્ટ સેડાન મારુતિ ડીઝાયરના સીએનજી વેરિએન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે કંપનીની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી મારુતિ વિટારા બ્રેઝા વિશે નવી માહિતી સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે મારુતિ સુઝુકી બજારમાં સીએનજી વિકલ્પ સાથે તેની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા લોન્ચ કરવા પર પણ કામ કરી રહી છે. ત્યારે તમને જણાવી દઈએ કે તાજેતરમાં મારુતિ સ્વિફ્ટ સીએનજી અને ડીઝાયર સીએનજીના એન્જિન વિશે માહિતી સામે આવી છે

ત્યારે મારુતિ ડિઝાયરનું સીએનજી વર્જન ટેસ્ટ કરાયું હતું. રિપોર્ટ પ્રમાણે હવે સ્વિફ્ટ હેચબેકનું સીએનજી વર્ઝન જે કંપનીના સૌથી વધુ વેચાણ થતી કારમાંનું એક છે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સ્વિફ્ટ સીએનજી વેરિએન્ટ્સ ટેસ્ટ દરમિયાન જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે કારની પાછળની વિન્ડશિલ્ડમાં સ્ટીકર લગાવામાં આવ્યું હતું જેમાં “ઓન ટેસ્ટ” લખ્યું હતું. આ કારમાં ઉત્સર્જન પરીક્ષણનાં ઉપકરણો પણ ફીટ કરવામાં આવ્યાં હતાં.

મારુતિ સ્વિફ્ટ દેશમાં સૌથી વધુ વેચાતી હેચબેક્સ કાર છે. ત્યારે હાલમાં કંપની તેનું વેચાણ ફક્ત પેટ્રોલ એન્જીનમાં કરે છે.કંપનીએ તેના ભાવમાં તાજેતરમાં વધારો કર્યો છે.અને આવી સ્થિતિમાં મારુતિ નવા સી.એન.જી. વેરિએન્ટની રેન્જમાં વધારો કરવા જઈ રહી છે ત્યારે આ કારની લોકપ્રિયતાનેજાળવી રાખવા કંપની તેમાં સ્વીફ્ટ ડીઝાયર જેવું એન્જિન આપી રહી છે. 1.2-લિટર 4 સિલિન્ડર ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન છે.ત્યારે આ એન્જિન 90 પીએસ પાવર અને 113 એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને સ્વચાલિત ગિઅરબોક્સ સાથે છે.

મારુતિ સુઝુકી ડિઝાયર સી.એન.જી.: મારુતિ સુઝુકી લાઇન અપ પેટ્રોલ એન્જિન સાથે BS-VI રજૂ કર્યા છે.ત્યારે કંપની પાસે પહેલેથી જ તેની લાઇન-અપમાં સીએનજી કારની સૌથી મોટી રેન્જ ધરાવે છે, ત્યારે કાર નિર્માતા આ શ્રેણીને વધુ મજબૂત કરવા વિચારી રહી છે. મારુતિ ડિઝાયર પેટ્રોલમાં 1.2-લિટર 4 સિલિન્ડર ડ્યુઅલ જેટ પેટ્રોલ એન્જિન મળે છે.ત્યારે આ એન્જિન 90 પીએસ પાવર અને 113 એનએમ ટોર્ક જનરેટ કરે છે. અને આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને સ્વચાલિત ગિઅરબોક્સ સાથે આવે છે.

મારુતિ હાલમાં તેમના 6 પેસેન્જર વાહનો વેગનઆર, સેલેરિયો , એસ-પ્રેસો, અર્ટીગા, અલ્ટો 800 અને ઇકોમાં ફેક્ટરી ફીટ સીએનજી આપે છે.ત્યારે સ્વિફ્ટ અને ડીઝાયર સીએનજી લોન્ચ થતાં મારુતિ પાસે તેના સીએનજી પોર્ટફોલિયોમાં કુલ 8 કાર થઇ જશે. જે ભારતીય બજારમાં કોઈપણ કંપનીના સીએનજી વાહન પોર્ટફોલિયોના સંદર્ભમાં સૌથી વધારે હશે. એર્ટિગા સિવાય, કંપનીના મોટાભાગના સીએનજી મોડેલ્સ 30 થી 32 કિમી / કિલોગ્રામ માઇલેજ આપે છે.અને ત્યારે અપેક્ષા કરવામાં આવે છે કે ડીઝાયર સીએનજી વેરિએન્ટનું માઇલેજ પણ આજુ બાજુ હશે.

ત્યારે મારુતિ સ્વીફ્ટ સી.એન.જી. અને ડીઝાયર સી.એન.જી.ના ભાવ તેમના લોન્ચ સમયે જાહેર થશે.ત્યારે સ્વીફ્ટ અને ડીઝાયરના સીએનજી વેરિએન્ટ્સની કિંમત પેટ્રોલ વેરિયન્ટ કરતા 90,000 થી 1 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

Read More