ગુરુવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં 500 રૂપિયાનો વધારો થયો છે, તે જ સમયે ચાંદીના ભાવમાં આજે 700 રૂપિયાનો વધારો થયો છે.
સોનાના ભાવમાં ત્રણ સેશનમાં રૂ.2 હજારનો વધારો થયો હતો
રિટેલર્સ અને જ્વેલર્સની સતત ખરીદીને કારણે ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 500 રૂપિયા વધીને 80,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 80,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી.
લ્લા ત્રણ સત્રમાં સોનાની કિંમતમાં આશરે રૂ. 2,000નો વધારો થયો છે. 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત પણ 500 રૂપિયા વધીને 80,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે બુધવારે તે 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી.
આજે ચાંદી કેટલી પહોંચી છે?
એ જ રીતે ગુરુવારે ચાંદી પણ 700 રૂપિયા વધીને 97,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. પાછલા સત્રમાં ચાંદી રૂ. 96,300 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. વેપારીઓના મતે જ્વેલર્સની સતત ખરીદી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત વલણને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.
મિસ્ડ કોલ દ્વારા સોનાના દરને જાણવું ખૂબ જ સરળ છે.
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.