આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. એમસીએક્સ પર સોનાનો ભાવ લગભગ રૂ. 70 ઘટીને રૂ. 58620 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. જોકે, ચાંદીનો ભાવ સપાટ છે. એમસીએક્સ પર ચાંદીનો ભાવ રૂ. 10 વધીને રૂ. 71375 પ્રતિ કિલોએ પહોંચ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો દર
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં થોડી મજબૂતી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું $1931 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે કોમેક્સ પર ચાંદી પણ નજીવા વધારા સાથે $23.39 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. સોના-ચાંદીમાં ઉછાળાનું કારણ ડોલર ઈન્ડેક્સ અને યુએસ ફુગાવાના આંકડામાં નરમાઈ છે. રોકાણકારો ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે.
સોના-ચાંદી અંગે નિષ્ણાતોનો અભિપ્રાય
કેડિયા કોમોડિટીઝના અજય કેડિયાએ જણાવ્યું હતું કે ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. આના માટે રૂ. 70600ના સ્ટોપલોસ સાથે ખરીદો. આ માટે 71900 રૂપિયા પ્રતિ કિલોનો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
Read More
- આખું ગુજરાત ફરવાનો શાનદાર મોકો! IRCTC એ લોન્ચ કર્યું સસ્તું ‘ખુશ્બુ ગુજરાત કી’ પેકેજ, જાણો ભાડું
- VIDEO: કેનેડામાં પણ હર હર મહાદેવ, ભગવાન શિવની 54 ફૂટ ઊંચી પ્રતિમા, વિદેશીઓએ કરી ઉત્સાહભેર ઉજવણી
- સરકારી બેંકમાં નોકરીનો મોકો, 1.05 લાખ રૂપિયા પગાર, જલ્દીથી અહીં અરજી કરી દો
- વાહ: હવે લોકો પોતાની પસંદગીના ચહેરાવાળા બાળકોને જન્મ આપશે, જાણો શું છે ડિઝાઇનર બેબી કોન્સેપ્ટ
- દિવાળી સુધીમાં સોનું 1.25 લાખ સુધી પહોંચી જશે! ડિસેમ્બરમાં શું થશે?? દિગ્ગજોનું મોટું નિવેદન