સોના-ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે તમે દિવાળી અથવા ધનતેરસ પર સોનું ખરીદ્યું હોય. તો અત્યાર સુધીમાં તમે ઘણું બધું મેળવી લીધું હશે.ત્યારે છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 1000 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે MCA પર શુક્રવારે સોનાનો વાયદો 0.82 ટકા વધીને રૂ. 48000 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો છે.
ચાંદી પણ મોંઘી થઈ
આ સિવાય ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. ત્યારે શુક્રવારે ચાંદી 0.33 ટકા વધીને 64330 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.ત્યારે તમને જણાવી દઈએ કે છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત લગભગ 1000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.
વૈશ્વિક માર્કેટમાં સોનું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે
વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં શુક્રવારે પણ સોનું 1 ટકા વધીને બંધ થયું છે. આ વધારા બાદ સોનાની કિંમત 2 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં હાજર સોનું 1.2 ટકા વધીને 1813 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. તે જ સમયે, ચાંદી 1.2 ટકા વધીને 24.05 ડોલર પ્રતિ ઔંસ હતી.
Read More
- સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રાની નવી ઓફરે ધૂમ મચાવી, આ અદ્ભુત ફોન 52000 રૂપિયા સસ્તો થયો
- આજની કુંવારી છોકરીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થા અટકાવવા માટે આ વસ્તુઓનો સૌથી વધુ ઉપયોગ કરે છે…
- આ રાશિઓ માટે આજનો દિવસ રહેશે ફાયદાકારક, ધન લક્ષ્મી યોગથી મળશે લાભ, જાણો કેવો રહેશે તમારો દિવસ
- મંગળ એક શક્તિશાળી રાજયોગ બનાવી રહ્યો છે, આ ત્રણ રાશિના લોકો ધનવાન બનશે અને નોકરીમાં અપાર પ્રગતિ મેળવશે
- 2BHK ફ્લેટમાં સેન્ટ્રલ એસી લગાવવા માટે કેટલો ખર્ચ થશે? અહીં સંપૂર્ણ ગણિત સમજો