રાજકોટ નજીકનાં ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો! વાતાવરણમાં ઠંડક પ્રસરી : રસ્તાઓ પર પાણી વહેતા થયાં : કાળઝાળ ગરમીમાંથી લોકોને મળી મોટી રાહત
રાજકોટ-શહેરમાં મેધરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વીજળીના કડાકા ભડાકાં સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ પણ થઈ હતી. વીજળીના ભયાનક દ્દશ્યો સામે આવ્યાં હતા.