ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદ શરૂ થઈ શકે છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદની નવી શરૂઆત થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક ટ્રફ સક્રિય થયો છે, અને ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે. આવતીકાલથી ધીમે ધીમે ચોમાસું બેસશે અને 15 પછી ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં વરસાદી વાતાવરણ બનશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક ટ્રફ સક્રિય થઈ રહ્યો છે. આગામી એક અઠવાડિયામાં મેઘરાજા ફરી ગુજરાત પર કૃપા કરશે. આગામી સપ્તાહ ખેડૂતો માટે ખુશી લાવી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી વરસાદ શરૂ થશે, જેનું વાતાવરણ આજથી શરૂ થઈ શકે છે.
15 ઓગસ્ટ પછી ભારે વરસાદની શક્યતા
રાજસ્થાન-પાકિસ્તાન સરહદની આસપાસ હળવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિર થયું છે. આ ઉપરાંત, ગુજરાતમાં એક ટ્રફ સક્રિય છે. આના કારણે, અનુકૂળ હવામાનને કારણે જ્યાં ભેજ હશે ત્યાં વરસાદ પડી શકે છે. સામાન્ય વરસાદ બાદ ૧૫ ઓગસ્ટથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે
ગુજરાતમાં આવતીકાલથી વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ૧૦ ઓગસ્ટથી વરસાદનું જોર વધશે અને ૧૫ ઓગસ્ટથી મેઘરાજા છૂટથી વરસાદ પાડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૩ ઓગસ્ટે ઉત્તર પશ્ચિમ બંગાળના અખાતમાં લો-પ્રેશર ક્ષેત્ર બની શકે છે. જેના કારણે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે છે.
ખેડૂતો માટે સારા સમાચાર, આવતીકાલથી ધીમે-ધીમે ચોમાસું જામશે અને 15 પછી ભારે વરસાદ પડી શકે