1લી ડિસેમ્બર આવતા જ ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે. ગુજરાતીઓના ખિસ્સા ફરી એકવાર ખાલી થવા જઈ રહ્યા છે. કારણ કે, 1લી ડિસેમ્બરે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. કુલ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગુ થશે.
ભાવ કેટલો વધ્યો? ગુજરાત ગેસ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ગેસના CNGમાં આજથી 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી CNGની કિંમત 77 રૂપિયા અને 76 પૈસા થશે. જો કે આ ભાવ વધારા બાદ પણ ગુજરાતમાં સીએનજીના ભાવ દેશના અન્ય રાજ્યો કરતા ઓછા છે.