Health: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં શરદી અને ઊધરસના કેસો વધવા લાગ્યા છે. આવી વાયરલ બીમારીથી તમારી જાતને બચાવવા તમે આયુર્દેવનો સહારો લઈ શકો છો. તમને જણાવી જઈએ કે, આયુર્વેદમાં મધ અને કાળા મરીના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. મધ અને કાળા મરી જેને આપણે તીખા તરીકે પણ ઓળખીએ છીએ તેનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે.
થોડાક કાળા મરીમાં મધ મિક્સ કરીને ચાટવાથી ઘણા રોગો દૂર થાય છે. આ બંને વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર છે. જેના કારણે શરદી, ઊધરસ અને સિઝનલ બીમારી દૂર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, મધમાં વિટામિન K, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા આવશ્યક વિટામિન્સ અને ખનિજો મળી આવે છે. જ્યારે કાળા મરીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. જેના કારણે સિઝનલ રોગો, જેવા કે, શરદી, સાંધાનો દુખાવો, સોજો,ઊધરસ અને અન્ય ઘણી બીમારીનો ઈલાજ કરી શકાય છે.
કાળા મરી અને મધ, પોષક તત્વોનો ભંડાર છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ અસરકારક માનવામાં આવે છે. તો આવો જાણીએ શિયાળામાં કાળા મરી અને મધનું સેવન કરવાથી શું શું ફાયદા થાય છે?
મધ અને કાળા મરી કેવી રીતે ખાવા જોઈએ?
સૌ પ્રથમ લગભગ 1 ચમચી શુદ્ધ મધ લો અને તેને તવા પર અથવા ગરમ પાણીમાં મૂકીને સહેજ ગરમ કરો.હવે 1 ચપટી કાળા મરી લો અને તેને મધ સાથે મિક્સ કરો. તેને ચાટી જાવ અને અડધી કલાક સુધી પાણી ન પીવો. તેનાથી તમારા ગળામાં ખારાશ, ઉધરસ, છાતીમાં જામેલ કફ વગેરે જેવી સમસ્યાઓમાં રાહત મળશે.
મધ અને કાળા મરીના ફાયદા
શરદી અને ઉધરસમાં રાહત-
જો તમને શરદી અને ઉધરસ હોય તો મધ અને કાળા મરીનું સેવન કરો. તેના કારણે શરદી અને ઊધરસમાં ઘણો ફાયદો થશે.
મધ અને કાળા મરીમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-વાયરલ ગુણો જોવા મળે છે. જે શરદી અને ઉધરસમાં ઘણી રાહત આપે છે. ખાસ કરીને જેમને છાતીમાં કફ જામેલો હોય અથવા સતત ઉધરસ આવતી હોય. આવી સમસ્યાથી પીડિત લોકોએ મધ અને કાળા મરીનું સેવન અવશ્ય કરવું જોઈએ.
શ્વાસની સમસ્યામાં આરામ-
મધમાં કાળા મરી અને તુલસીના પાનનો થોડો રસ ઉમેરીને તેનું સેવન કરો. જેનાથી શ્વાસ સંબંધી સમસ્યાઓમાં રાહત મળશે. આ ઉપરાંત આ મિશ્રણથી શ્વસન માર્ગને સાફ કરવામાં પણ મદદ મળે છે. શ્વાસ નળીમાં રહેલો સોજાંમાં રાહત મળે છે. આ ઉપરાંત શરદી અને ઉધરસ માટે મધ, કાળા મરી અને તુલસીનું સેવન રામબાણ ઈલાજ છે.
મોસમી એલર્જી (Seasonal diseases) દૂર કરે છે-
મધ અને કાળા મરીનું મિશ્રણ ખાવાથી મોસમી રોગો (Seasonal
diseases) અને એલર્જીથી છુટકારો મળે છે. આ મિશ્રણ એલર્જીથી પીડાતા લોકોને ઘણી રાહત આપે છે. ખાસ કરીને અસ્થમા અથવા શ્વાસની સમસ્યાથી પીડિત લોકોને આનાથી ઘણો ફાયદો થશે.
કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં ફાયદાકારક –
મધ અને કાળા મરીનું સેવન કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે અને નસોમાં આવેલો સોજો ઓછો થાય છે
જેના કારણે બ્લોકેજની સમસ્યા ઓછી થઈ શકે છે. તેનાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ કરી શકાય છે.
(આ અહેવાલ માત્ર સામાન્ય જાણકારી માટે જ છે, કૃપા કરીને કોઈપણ ઉપાય અપનાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો)