હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હાલમાં બે સિસ્ટમ કાર્યરત છે. જેના કારણે રાજ્યના 90 ટકા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલી અને મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને ભાવનગર, અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર. , અને ગીર સોમનાથ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પર છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 26 અને 27 જુલાઈના રોજ 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
જ્યારે 28 અને 29 જુલાઈના રોજ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારના માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.