સવારથી જ વરસાદ પડી રહ્યો છે. હાલ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નોકાસ્ટ જાહેર કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના નવ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશના દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાની ગતિવિધિની પણ આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી. હવામાન વિભાગે કહ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ લાવશે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમધમશે. તો આજે નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. પવનની ઝડપ વધી જતાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.