હોન્ડાએ તેના ચાઇનીઝ યુનિટ વુઆંગ-હોન્ડા દ્વારા નવું ઇલેક્ટ્રિક સ્કૂટર યુ-ગો લોન્ચ કર્યું છે. ત્યારે આ રિપોર્ટમાં જાણવામાં આવ્યું છે કે શહેરી વિસ્તાર માટે બનાવેલ આ હળવું ઈ-સ્કૂટર બે મોડેલમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારે તેની સ્પીડ અને પાવર બંનેમાં શાનદાર પરફોર્મન્સ મળશે. તેને ભારતીય રૂપિયા પ્રમાણે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 85,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
બે બેટરીનો ઉપયોગ 130km ની રેન્જ આપશે
મળતી માહિતી પ્રમાણે આ હોન્ડા U-GO નું સ્ટાન્ડર્ડ મોડલ 1.2 kW રેટિંગવાળી હબ મોટર સાથે આવશે. ત્યારે આ મોટર 1.8 kW નું પીક આઉટપુટ આપી શકે છે.ત્યારે આ વર્ઝનની ટોપ સ્પીડ 53 kmph છે. અને લો-સ્પીડ મોડેલની વાત કરીએ તો તે 800-વોટ સતત હબ મોટર ચાલે છે જે 1.2 કેડબલ્યુની મહત્તમ શક્તિ આપે છે. તેની ટોપ સ્પીડ 43 kmph છે.
આ બંને મોડલ 1.44 kWh ની ક્ષમતા સાથે 48V અને 30Ah રિમુવેબલ કરી શકાય તેવી લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે.ત્યારે ડ્રાઇવિંગ રેન્જની વાત કરીએ તો આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 65 કિમીની રેન્જ આપે છે જેને બીજી બેટરીનો ઉપયોગ કરીને 130 કિમી સુધી વધારી શકાય છે.
હોન્ડા યુ-ગો એલસીડી સ્ક્રીન જેવી અનન્ય સુવિધાઓ સાથે સજ્જ છે જે ગ્રાહકોને સ્કૂટરની સ્પીડ, અંતર, ચાર્જ અને રાઇડિંગ મોડ વિશે માહિતી આપે છે.ત્યારે આ સ્કૂટરના ફ્રન્ટ એપ્રોનને ટ્રિપલ બીમ સાથે LED હેડલાઇટ આપવામાં આવ્યા છે, અને તેમાં મુખ્ય ક્લસ્ટરની ફરતે LED DRL સ્ટ્રીપ પણ આપવામાં આવી છે.
આ સિવાય આ ઇ-સ્કૂટરમાં 12-ઇંચ આગળ અને 10-ઇંચ પાછળના એલોય વ્હીલ્સ સાથે 26-લિટર અંડર-સીટ સ્ટોરેજ મળે છે. હોન્ડાએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની જાહેરાત ચીની બજાર માટે કરી છે અને તેની કિંમત લગભગ 85,000 રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે હોન્ડા આ ઇલેક્ટ્રિક સ્કૂટરને અન્ય બજારોમાં પણ રજૂ કરશે. જો કે, આવી યોજના અંગે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
Read More
- મોટો આંચકો: રસોઈ ગેસ મોંઘો થયો, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો
- પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો! સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો
- મોંઘવારીનો વધુ એકમાર ! 9 મહિના પછી CNGના ભાવમાં 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો વધારો
- પાણીના ભાવે વેચાઈ રહ્યું છે ક્રૂડ! પેટ્રોલ અને ડીઝલ થયા એકદમ સસ્તા, જાણો હવે એક લિટરના કેટલા આપવાના?
- સોનામાં તોતિંગ વધારો, ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો; આજના નવા ભાવ જાણીને હાજા ગગડી જશે!