કેટલાક લોકો શિયાળાની ઋતુમાં દરરોજ સ્નાન કરવાનું બંધ કરી દે છે. કેટલાક લોકો ભારે ઠંડીમાં પણ દરરોજ સ્નાન કરે છે. ભારતમાં ધાર્મિક માન્યતાઓ અનુસાર દરરોજ સ્નાન કરવું સારું માનવામાં આવે છે. આ સિવાય લોકો દરરોજ નહાવાના ઘણા ગેરફાયદા પણ ગણે છે. આવી સ્થિતિમાં કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે વિજ્ઞાન અનુસાર દરરોજ સ્નાન કરવું નુકસાનકારક હોઈ શકે છે.
વિજ્ઞાન અનુસાર દરરોજ સ્નાન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. વિશ્વભરના ત્વચા નિષ્ણાતો માને છે કે શિયાળામાં દરરોજ સ્નાન ન કરવું એ એક સારો નિર્ણય છે, કારણ કે વધુ પડતું નહાવું આપણી ત્વચા માટે સારું નથી. ઘણા અભ્યાસો દર્શાવે છે કે આપણી ત્વચામાં પોતાને સાફ કરવાની વધુ સારી ક્ષમતા હોય છે.
જો તમે જીમમાં નથી જતા અથવા તો રોજ પરસેવો નથી વળતો કે ધૂળમાં નથી જતા, તો તમારા માટે દરરોજ સ્નાન કરવું જરૂરી નથી. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી (વોશિંગ્ટન ડીસી, યુએસ)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સી. બ્રાન્ડોન મિશેલ કહે છે કે સ્નાન કરવાથી ત્વચાના કુદરતી તેલ અને સારા બેક્ટેરિયા દૂર થાય છે.
આ સારા બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિને પણ ટેકો આપે છે. તેથી શિયાળામાં અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ સ્નાન કરવું જોઈએ.