ગર્ભવતી થવા માટે કેટલી વાર સંબંધો બાંધવા જોઈએ?
નેશનલ હેલ્થ સર્વિસ મુજબ, કોઈપણ ગર્ભનિરોધક વિના દર 2 કે 3 દિવસે સે કરવું શ્રેષ્ઠ છે. જો કે, ઘણા લોકો માને છે કે દિવસમાં ઘણી વખત સે કરવાથી ગર્ભવતી થવાની શક્યતા વધી જાય છે. પરંતુ, તમારા ઓવ્યુલેશન દરમિયાન દિવસમાં બે-બે વાર સે કરવાથી પણ ગર્ભાવસ્થાની શક્યતા વધી જાય છે.
જો સ્ત્રી ઓવ્યુલેશનના છ કે તેથી વધુ દિવસ પહેલા સે કરે છે, તો તેની ગર્ભવતી થવાની શક્યતા લગભગ શૂન્ય થઈ જાય છે. જો તે ઓવ્યુલેશનના પાંચ દિવસ પહેલા સે કરે છે, તો તેના ગર્ભધારણની શક્યતા લગભગ 10 ટકા છે. પરંતુ જો આ સંબંધ ઓવ્યુલેશનના દિવસે અથવા તેના બે દિવસ પહેલા કરવામાં આવે તો આ ટકાવારી વધીને 30 ટકા થઈ જાય છે. જો કે, તે બધું અન્ય ઘણી બાબતો પર આધાર રાખે છે જેમ કે સ્ત્રીની ઉંમર વગેરે.