અમરેલી-ભાવનગરના હિપાવાડલી, મોટા અગરિયા અને જેસર ગામોમાં અસરગ્રસ્ત લોકોની હાલત ભયંકર બની છે.ત્યારે લોકોને રાહત સામગ્રીની આશાએ જીવન જીવવા ફરજ પડી છે.ત્યારે એટલું જ નહીં એવું પણ જાણવા મળ્યું છે કે અંધકારમાં રહેતા લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.
સુરતનાં નિવૃત્ત પીડબ્લ્યુડી અધિકારી દિનેશભાઇ પરમારે જણાવ્યું હતું કે તેમણે જે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તે દયનીય સ્થિતિમાં છે. ગામના લગભગ તમામ વીજ થાંભલા પડી ગયા છે. છાવડા ગામોમાં હજી સુધી કોઈ સરકારી સહાય પહોંચી નથી. વીજ પુરવઠો લાવવામાં લગભગ 25 દિવસનો સમય લાગશે.
સરકાર સામે લોકોમાં રોષ છે. જમવાની વાતતો દૂર, આ ગામના લોકોને રાહત સામગ્રી સુરત સહિત અન્ય શહેરોથી આવતી કિટ્સ ઉપર જીવવાની ફરજ પડી છે. ત્યારે બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને પુરુષો પાણી માટે રખડતા જોવા મળે છે. ઘણા પરિવારોએ તેમના મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે તૂટી પડ્યા છે. લોકોને રસ્તા પર જીવવાની ફરજ પડે છે. આ ગામના લોકો એવા દ્રશ્યો જોઈને હૃદયભંગ થઈ ગયા છે કે જ્યાં તેઓ તેમના પરિવારની સંભાળ પણ ન રાખી શકે.
Read More
- … અને આ 1.15 લાખ પુરા, 10 ગ્રામ = 1.15 લાખ, નવરાત્રિ પહેલાં જ સોનાના ભાવમાં જબ્બર તેજી
- બે વખત કરડનાર કૂતરાને થશે ‘આજીવન કેદ’ની સજા, સરકારે જાહેર કર્યું નવું ફરમાન, લોકોમાં ગંભીર ચર્ચા
- પ્રધાનમંત્રીના પરિવારમાં કેટલા સભ્યો છે અને શું કામ કરે છે? અહીં જુઓ PM મોદીનો પારિવારીક આંબો
- iPhone 17 મોહ-માયા! iPhone 16 Pro પર ભારે ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે લોકોની પડાપડી
- ચાર જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરો એક જ રૂટમાં, જાણો ભારત ગૌરવ એક્સપ્રેસનું ભાડું