રાધા-કૃષ્ણની ઘણી કહાનીઓ પ્રચલિત છે. તમે રાધા કૃષ્ણના રાસની ઘણી કહાનીઓ સાંભળી પણ હશે. આજે અમે તમને એક એવી કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેમાં રાધાએ એક ઝાડને શ્રાપ આપ્યો હતો જેના કારણે ત્યારથી લઈને આજે પણ તે ઝાડ પર ફળ નથી પાકતા. ચાલો જાણીએ આ અનોખી અને અજાણી કહાની…
5500 વર્ષ જૂનું મંદિર
વૃંદાવનમાં રાધા કૃષ્ણના ઘણા મંદિરો છે જ્યાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે. ભગવાન કૃષ્ણના દરેક મંદિરનું પોતાનું એક મહત્વ છે. આ મંદિરોમાંનું એક છે ઇમલિતાલા મંદિર. આ મંદિર લગભગ 5500 વર્ષ જૂનું છે. આ મંદિર પાસે આમલીનું ઝાડ છે. આ વૃક્ષ સાથે ઘણી બધી કથાઓ અને માન્યતાઓ જોડાયેલી છે. કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુએ આ વૃક્ષ નીચે શ્રી કૃષ્ણના નામનો જાપ કર્યો હતો.
રાધા રાણીએ શા માટે શ્રાપ આપ્યો?
દ્વાપર યુગમાં આ વૃક્ષ આમલીના ફળોથી ભરેલું હતું. ધાર્મિક કથાઓ અનુસાર એકવાર રાધા રાણી સ્નાન કરીને પોતાને શણગારીને યમુનામાં આમલીના ઝાડ નીચેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ઝાડ પરથી એક આમલી પડી જેના કારણે રાધાજીનો પગ લપસી ગયો અને તેમનો શૃગાંર બગડી ગયો. આ સિવાય તેની અલ્તા પણ ધોવાઈ ગઈ હતી.
આ કારણે ફળ પાકતા નથી
શૃગાંર બગડ્યા બાદ રાધા રાણી ગુસ્સે થઈ ગઈ અને આમલીના ઝાડને શ્રાપ આપ્યો. કહેવાય છે કે આ શ્રાપને કારણે આજે પણ આમલીના ઝાડ પર ફળ પાકતા નથી.
શ્રી કૃષ્ણ નામનો પણ જાપ કર્યો
ધાર્મિક માન્યતાઓ અનુસાર એકવાર રાધા રાણી રાસ કરતી વખતે અચાનક ગાયબ થઈ ગઈ. તે સમયે શ્રી કૃષ્ણ દુઃખી થયા અને આ આમલીના ઝાડ નીચે દુઃખી લાગણીઓમાં લીન થઈ ગયા. આ પછી તેણે ખૂબ જ પ્રેમથી રાધા નામનો જાપ કર્યો.