જૂનાગઢ શહેરમાં સોમવારે એક ગોઝારી ઘટના બની હતી. જેમાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈને કચડાઈ ગયા હતા. આ 4 લોકોમાં એક જ પરિવારના 3 લોકોનો સમાવેશ થાય છે. જેમાં પિતા સહિત 2 બાળકોના મોત થયા હતા.
ગઈકાલે મોડી સાંજે કંટાળેલી પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે, તેમનું પણ આજે વહેલી સવારે નિધન થયું હતું. આમ એક જ પરિવારના 4 લોકોના મોતથી જૂનાગઢ સ્તબ્ધ બની ગયું છે.
સોમવારે સાંજે મકાનના કાટમાળમાંથી પતિ સંજયભાઈ ડાભી અને પુત્રો દક્ષ અને તરૂણના મૃતદેહ મળી આવ્યા હતા. પતિ અને પુત્રોના મોતનો આઘાત સહન ન થતા મયુરીબેને એસિડ ગળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે મૃત્યુ થયું હતું. આમ એક જ પરિવારના તમામ સભ્યોના મોતથી જૂનાગઢમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ ગંભીર ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં ગઈકાલે બનેલી ઘટનામાં કમિશનર કે ટીપી સામે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. આથી પરિવારજનો કહી રહ્યા છે કે તેણે તેના કારણે આપઘાત કર્યો છે.
સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીએ પણ કમિશનર રાજેશ તન્ના અને ટીપીઓ બિપીન ગામેત સામે ફરિયાદ કરી આ પરિવારને ન્યાય અપાવવો જોઈએ તેમ જણાવ્યું હતું.
Read More
- 1.5 Ton સ્પ્લિટ એસીની કિંમતમાં ઘટાડો, Whirlpool, Lloyd, Voltas આપી રહ્યા છે ૫૦% સુધીનું ડિસ્કાઉન્ટ
- એપ્રિલમાં લગ્નના મુહૂર્ત ક્યારે ક્યારે છે, આ દિવસે ગામે ગામ વાગશે શરણાઈ, નોંધી લો તારીખ
- ધોની પણ IPL ને અલવિદા કહેવા જઈ રહ્યો છે… માર્ચમાં તોફાન ફાટી નીકળ્યું, સંન્યાસ પર એક મહાન યુદ્ધ
- VIDEO: ‘બમણી કિંમત આપી દો’ અનંત અંબાણીએ સેંકડો મરઘી ખરીદી લીધી, જાણો મોટું કારણ
- Jio કે BSNL, કોણ ૧૦૦ રૂપિયામાં સારો રિચાર્જ પ્લાન આપી રહ્યું છે? તમને શેમાં વધારે ફાયદો?