જૂનાગઢમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં પતિ અને બે પુત્રોનું મૃત્યુ થતા જેનો આઘાત સહન ન કરી શકતા પત્નીને પણ મોત વ્હાલું કર્યું

junagadh
junagadh

જૂનાગઢ શહેરમાં સોમવારે એક ગોઝારી ઘટના બની હતી. જેમાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં ચાર સભ્યો કાટમાળ નીચે દબાઈને કચડાઈ ગયા હતા. આ 4 લોકોમાં એક જ પરિવારના 3 લોકોનો સમાવેશ થાય છે. જેમાં પિતા સહિત 2 બાળકોના મોત થયા હતા.

ગઈકાલે મોડી સાંજે કંટાળેલી પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કમનસીબે, તેમનું પણ આજે વહેલી સવારે નિધન થયું હતું. આમ એક જ પરિવારના 4 લોકોના મોતથી જૂનાગઢ સ્તબ્ધ બની ગયું છે.

સોમવારે સાંજે મકાનના કાટમાળમાંથી પતિ સંજયભાઈ ડાભી અને પુત્રો દક્ષ અને તરૂણના મૃતદેહ મળી આવ્યા હતા. પતિ અને પુત્રોના મોતનો આઘાત સહન ન થતા મયુરીબેને એસિડ ગળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે મૃત્યુ થયું હતું. આમ એક જ પરિવારના તમામ સભ્યોના મોતથી જૂનાગઢમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ ગંભીર ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં ગઈકાલે બનેલી ઘટનામાં કમિશનર કે ટીપી સામે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. આથી પરિવારજનો કહી રહ્યા છે કે તેણે તેના કારણે આપઘાત કર્યો છે.

સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીએ પણ કમિશનર રાજેશ તન્ના અને ટીપીઓ બિપીન ગામેત સામે ફરિયાદ કરી આ પરિવારને ન્યાય અપાવવો જોઈએ તેમ જણાવ્યું હતું.

Read More