વિશ્વમાં ક્રૂડ ઓઈલના ભાવ અવારનવાર ઉપર અને નીચે જતા રહે છે, જેના કારણે અન્ય દેશો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો અથવા ઘટાડો કરતા રહે છે. ઘણા એવા દેશો છે જ્યાં તેલની કિંમતો ખૂબ ઊંચી છે. જ્યારે ઘણા દેશોમાં પાણી કરતાં ભાવ ઓછા છે. આજે અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા ઓછા છે કે તમારી કારની ટાંકી માત્ર થોડા જ રૂપિયામાં ભરાઈ જશે.
આ યાદીમાં પહેલું નામ વેનેઝુએલાનું છે. આ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશ્વમાં સૌથી ઓછા છે. વેનેઝુએલામાં પેટ્રોલની કિંમત 13 સેન્ટ પ્રતિ લીટર છે. વેનેઝુએલામાં તેલના વિશાળ ભંડાર અને સામાજિક નીતિઓને કારણે કિંમતો ઓછી છે. પરંતુ દેશની અર્થવ્યવસ્થા એટલી નબળી છે કે લોકો આટલા ઓછા ભાવ હોવા છતાં પેટ્રોલ અને ડીઝલ ખરીદી શકતા નથી.
ઈરાન
વેનેઝુએલા પછી ઈરાન આવે છે, જ્યાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. ઈરાનમાં પેટ્રોલની કિંમત 15000 ઈરાની રિયાલ પ્રતિ લીટર છે, જેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવે તો તેની કિંમત 30 રૂપિયા પ્રતિ લીટર થશે.
લિબિયા
લિબિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ભારતીય ચલણ પ્રમાણે તમને અહીં એક લીટર પેટ્રોલ 40 રૂપિયામાં મળશે.
ઇજિપ્ત
ઇજિપ્ત ભારતની નજીકનો દેશ છે. ભારતનો ઘણો વેપાર ઇજિપ્ત સાથે છે. આ દેશમાં પેટ્રોલ અને ડીઝલ પણ ખૂબ સસ્તું છે. ઇજિપ્તમાં એક લિટર પેટ્રોલ ખરીદવા માટે તમારે 25.99 રૂપિયા ચૂકવવા પડશે.