હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે હવામાન વિભાગે આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અહીં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે. જો કે, કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને કેટલાક સ્થળોએ હળવા ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સરક્યુલેશનને કારણે હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 22.62 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સિઝનનો 30.21 ટકા વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં કચ્છમાં સિઝનનો 25.63 ટકા વરસાદ પડી ગયો છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 25.44 ટકા વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 15.66 ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 14.98 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તો પ્રવાસન સ્થળ દીવના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 9મીથી 12મી જુલાઈ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.