ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા આઈસીસી વિશ્વકપ-2023ના મુકાબલામાં પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો છે. ભારતે પાકિસ્તાન સામે વિશ્વકપના ઈતિહાસમાં સતત આઠમી વખત જીત મેળવી છે. તો ટૂર્નામેન્ટમાં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં માત્ર 191 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 30.3 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ODI વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કાની સૌથી મોટી મેચ એટલે કે ભારત-પાકિસ્તાન મેચ આજે રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાને ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ ક્રિઝ પર છે.
રોહિત શર્માએ વનડે કરિયરની 53મી ફિફ્ટી ફટકારી છે.રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી થઈ હતી.
ભારતને પહેલો ઝટકો શાહીન શાહ આફ્રિદીએ આપ્યો હતો. તેણે શુભમન ગિલ (16 રન)ને આઉટ કર્યો હતો. હસન અલીએ મોટી વિકેટ લીધી હતી. તેણે કોહલી (16 રન)ને આઉટ કર્યો હતો. શાહીન આફ્રિદીએ બીજી વિકેટ લીધી અને રોહિત શર્માને આઉટ કર્યો. રોહિત 86 રન બનાવીને આઉટ થયો હતો.
પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાએ 79 રન બનાવ્યા હતા
પહેલા પાવરપ્લેમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભાગીદારીની મદદથી ટીમે 79 રન બનાવ્યા હતા. જો કે આમાં ટીમે 2 વિકેટ પણ ગુમાવી દીધી હતી. ટીમે શુભમન ગિલ અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી હતી. જ્યારે રોહિત શર્માએ આ 10 ઓવરમાં રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વનડેમાં 300 સિક્સર ફટકારી છે.