દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી લોકોના ખિસ્સા પરનો બોજ વધારી રહી છે.ત્યારે સામાન્ય માણસની કમર ભાંગી રહી છે. તેલ, દૂધ, બ્રેડ પર ભાવ વધાર્યા બાદ હવે સાબુ અને ડિટર્જન્ટ મોંઘવારીની પકડમાં આવી ગયા છે. ત્યારે હવે લોકોને નહાવા અને કપડાં ધોવા મોંઘા પડી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે રોજબરોજની વસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે સામાન્ય માણસના ઘરનું બજેટ બગડી જાય છે.
દેશની સૌથી મોટી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડએ સાબુ અને ડિટર્જન્ટની કિંમતોમાં વધારો કર્યો છે. ત્યારે વ્હીલ પાવડરની કિંમતમાં 3.5 ટકા સુધીનો વધારો અને લક્સ સાબુની કિંમતમાં 8 થી 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય ડિટર્જન્ટ અને તેના સાબુના દરમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ત્યારે સાબુ અને ડિટર્જન્ટની કિંમતોમાં વધારો થવાને કારણે, નિષ્ણાતો જણાવે છે કે ઇંધણમાં વધારો થવાને કારણે કંપનીઓનો ખર્ચ વધ્યો છે. તેથી જ કંપનીઓ કિંમતમાં વધારો કરી રહી છે. તમને જણાવી દઈએ કે લક્સ સાબુ હિન્દુસ્તાન યુનિલિવરની લોકપ્રિય બ્રાન્ડ છે, જે બ્રિટિશ કંપની યુનિલિવરની પેટાકંપની છે. જેની બજારમાં સૌથી વધુ માંગ છે.
Read More
- આજે શારદીય નવરાત્રીની અષ્ટમી પર આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, શુભ શોભન યોગ બની રહ્યો છે, જાણો દૈનિક રાશિફળ.
- જો તમને નવરાત્રી દરમિયાન કન્યા પૂજન માટે છોકરી ન મળે, તો તેનો ઉપાય જાણો.
- પરિણીત પુરુષો માટે રામબાણ ઈલાજ: આ બે વસ્તુઓ સાથે એલચી ભેળવીને પીઓ, બેડરૂમમાં બે હાથ જોડીને કહેશે હવે બસ
- સૂર્ય અને બુધની યુતિ બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહી છે, જે આ 5 રાશિઓને લાભ આપશે.
- બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું..તારીખ સુધી ગાજવીજ સાથે અનરાધાર વરસાદ પડશે