ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આગામી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઓક્ટોબર 2019 થી BCCIની બાબતો સંભાળી રહેલા જય શાહ 1 ડિસેમ્બર, 2024 થી ICC અધ્યક્ષનું પદ સંભાળશે. વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થાય છે અને આ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી.
ICC અનુસાર, જય શાહ એકમાત્ર ઉમેદવાર હતા જેમણે આ પદ માટે નોમિનેશન ભર્યું હતું અને આગામી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. ICC અનુસાર, જય શાહ એકમાત્ર ઉમેદવાર હતા જેમણે આ પદ માટે નોમિનેશન ભર્યું હતું અને આગામી અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. 30 નવેમ્બરના રોજ તેમની મુદત પૂરી થયા બાદ બાર્કલે ત્રીજી મુદતની રેસમાંથી ખસી ગયા હતા, જેના કારણે રમતની વૈશ્વિક સંચાલક મંડળમાં જય શાહના ભાવિ અંગે અટકળો શરૂ થઈ હતી. શાહને ICC બોર્ડના સૌથી પ્રભાવશાળી ચહેરાઓમાંના એક ગણવામાં આવે છે. તેઓ હાલમાં ICCની શક્તિશાળી ફાઇનાન્સ અને કોમર્શિયલ અફેર્સ સબ-કમિટીના વડા છે.