લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે, શો વિશે ઘણા વિવાદો પણ સાંભળવા મળે છે. શોના ઘણા કલાકારોએ નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આમાં, શોમાં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ અસિત પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. હવે તાજેતરમાં, અભિનેત્રીએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે.
જેનિફર મિસ્ત્રીએ લગાવ્યા આ આરોપો
તાજેતરમાં, પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર અનેક આરોપો લગાવ્યા હતા. તેણીએ કહ્યું, ‘સ્વિટ્ઝર્લૅન્ડના વિઝા અંગે ફોન પર અસિતજી સાથે વાત કરતી વખતે હું રડવા લાગી.’
તેણે મને કહ્યું – ‘જો તું અહીં હોત, તો હું તને મારત.’ આ પછી, જેનિફરે જણાવ્યું કે વર્ષ 2019 માં સિંગાપોરમાં શૂટિંગ દરમિયાન, અસિતે તેને રૂમમાં વ્હિસ્કી પીવાની ઓફર કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે અસિત મોદીએ તેને કહ્યું હતું કે- ‘તારા હોઠ ખૂબ જ સેક્સી છે, મને તને પકડીને kiss કરવાનું મન થાય છે’.
મુનમુન દત્તાએ તેને ઠપકો આપ્યો
જેનિફરે વધુમાં કહ્યું કે તેણે શોમાં ભીડેનું પાત્ર ભજવનાર મંદાર ચાંદવાડકરને અસિત મોદીના આ કૃત્ય વિશે કહ્યું, પરંતુ તેણે તેનું સમર્થન કર્યું નહીં. આ પછી, જ્યારે તેણે ગુરચરણ સોઢીને આ વાત કહી, ત્યારે અભિનેતાએ મજાકમાં આસિત મોદીને આ વાત કહી.
પરંતુ જેનિફરને મુનમુન દત્તાએ ટેકો આપ્યો. જેનિફરે જણાવ્યું કે મુનમુન ખૂબ જ બહાદુર છે અને તેણે અસિત મોદીને જેનિફર સાથે આ રીતે વાત ન કરવા માટે ઠપકો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોમાં દિશા વાકાણી, ઝિલ મહેતા, ભવ્ય ગાંધી, રાજ અનડકટ, પલક સિંધવાણી, ગુરચરણ સિંહ સોઢી અને નેહા મહેતા જેવા કલાકારોએ શો છોડી દીધો છે.