ગુજરાતનો લોકપ્રિય ચહેરો ખજુરભાઈ છે
સમગ્ર ગુજરાતમાં ખજુરભાઈ તરીકે ઓળખાતા નીતિનભાઈ જાની તેમના સેવાકીય કાર્યો માટે જાણીતા છે. ગરીબોની સેવામાં તેમનું નામ મોખરે છે. તેઓ નિરાધાર અને બેઘર લોકો માટે પાકા મકાનો બનાવીને ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, નીતિન જાની અને મીનાક્ષી દવે સાદગીથી લગ્ન કરવા માંગતા હતા, તેથી લગ્નના તમામ કાર્યક્રમોનું આયોજન સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું. નીતિન જાનીના લગ્નની તસવીરો સામે આવી છે. જેમાં નીતિન જાની સફેદ શેરવાનીમાં હેન્ડસમ અને મીનાક્ષી લાલ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
મહત્વનું છે કે, નીતિન જાની અને મીનાક્ષી દવેના એરેન્જ્ડ મેરેજ છે. એકવાર નીતિન જાની અને મીનાક્ષી દવેનો પરિવાર મંદિરમાં મળ્યો. આ પછી, નીતિન જાનીની માતાએ મીનાક્ષી દવેના પરિવાર સાથે તેમના પુત્રની સગાઈ વિશે વાત કરી. આ પછી બંને પરિવારોએ નીતિન જાની અને મીનાક્ષી દવેની સગાઈ કરી લીધી. જે બાદ બંનેએ 8 ડિસેમ્બરે લગ્ન કરી લીધા હતા.
નીતિન ભાઈ જાનીના વરઘોડાની વાત કરીએ તો પહેલી નજરે જોનારને એવું લાગે કે કોઈ રાજા મહારાજાની રેવડી નીકળી રહી છે. વર એટલો ભવ્ય હતો. આ રથમાં ચાર ઘોડા જોવા મળ્યા હતા. તેમાઈ નાસિક ઢોલ પણ જોરદાર ધૂમ મચાવ્યો હતો. મહેમાનોની ભીડ વચ્ચે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નીતિનભાઈની લોકપ્રિયતાને કારણે ભીડ જોવા મળે તે પણ સ્વાભાવિક હતું.