Model Code of Conduct: લોકસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય હલચલ વધી રહી છે. શનિવારે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી રહી છે. લોકસભા ચૂંટણીની સાથે સાથે ચૂંટણી પંચ અમુક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરી શકશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જશે. આપને જણાવી દઈએ કે, આચાર સંહિતા ક્યારથી લાગૂ થાય છે અને આ દરમ્યાન કેવા કેવા પ્રતિબંધો લાગૂ થાય છે. તેના વિશે વિગતવાર અહીં જાણીએ…
આદર્શ આચાર સંહિતા શું હોય છે?
ચૂંટણી પંચ તરફથી સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે અમુક નિયમો બનાવામાં આવ્યા છે. આચાર સંહિત અંતર્ગત પાર્ટીઓ અને ઉમેદવારો માટે અમુક ગાઈડલાયન્સ હોય છે, તે અંતર્ગત અમુક નિયમ છે. તે અંતર્ગત અમુક નિયમો છે, જે રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોએ પાલન કરવાના હોય છે. તેનું ઉલ્લંઘન કરવા પર ચૂંટણી પંચ એક્શન લઈ શકે છે.
આચાર સંહિતા ક્યારથી અને કેવી રીતે લાગૂ થાય છે?
ચૂંટણી પંચ તરફથી જેવી ચૂંટણીની તારીખો જાહેર થાય છે, ત્યારથી મોડલ કોડ ઓફ કંડક્ટ એટલે કે આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ જાય છે. આચાર સંહિતા ચૂંટણીની પ્રક્રિયા પુરી થવા સુધી લાગૂ રહે છે. વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય સ્તર પર અને લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગૂ થાય છે.
ઉમેદવાર અને પાર્ટીઓ માટે આચાર સંહિતાના નિયમો
ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા નિયમો અનુસાર, ચૂંટણી પ્રચાર દરમ્યાન કોઈ પાર્ટી અથવા ઉમેદવાર એવી કોઈ પણ પ્રવૃતિ નહીં કરે, જે નફરત ફેલાવે, અથવા જાતિ કે સમુદાય વચ્ચે વૈમનસ્ય ઊભું કરે.
ચૂંટણી પ્રચાર દરમ્યાન નેતાઓને વિપક્ષી પાર્ટી અથવા નેતા પર અસત્યાપિત આરોપ લગાવવા અથવા ટીકા કરવાથી દૂર રહેવું જોઈએ. વ્યક્તિગત ટિપ્પણી ન કરવી જોઈએ.
કોઈ પણ ઉમેદવાર અથવા પાર્ટી ચૂંટણી પ્રચાર દરમ્યાન ધાર્મિક સ્થળ જેમ કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વાર અથવા અન્ય કોઈ પૂજા સ્થાનનો ઉપયોગ કરી શકશે નહીં.
કોઈ પણ ઉમેદવાર વોટ માટે જાતિ અથવા સંપ્રદાયિક ભાવનાની અપીલ નહીં કરી શકે. ધર્મ/જાતિના નામ પર વોટ ન માગે.
મતદારોને લાંચ આપવી, તેમને ડરાવવા, ધમકાવવા, મતદાન કેન્દ્રથી 100 મીટરની અંદર પ્રચાર પ્રસાર કરવો ગુનાહિત કૃત્ય માનવામાં આવશે.
જૂલુસ દપમ્યાન બીજી પાર્ટીને તકલીફ ન થાય. એક પાર્ટીના પોસ્ટ બીજી પાર્ટી હટાવી શકે નહીં
આ ઉપરાંત વોટિંગથી 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર, સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ લાગી જાય છે.
સત્તાધારી પાર્ટી માટે નિયમો
આચાર સંહિતા લાગૂ થયા બાદ કોઈ પણ મંત્રી પોતાની યાત્રાને ચૂંટણી પ્રચાર સાથે જોડી શકશે નહીં.
નેતા અથવા ઉમેદવાર પ્રચાર માટે કોઈ સરકારી ગાડી અથવા તો સરકારી બંગલાનો ઉપયોગ નહીં કરે.
ચૂંટણી પ્રચાર દરમ્યાન સત્તાવાર મશીનરી અથવા કર્મચારીઓનો ઉપયોગ કરશે નહીં
કોઈ પણ પાર્ટી અથવા ઉમેદવાર માટે સત્તાવાર વિમાન, વાહન, વગેરે સહિત પણ કોઈ પણ પરિવહનનો ઉપયોગ નહીં કરે
ચૂંટણી પ્રક્રિયાથી પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જોડાયેલ તમામ અધિકારી, કર્મચારીઓને ટ્રાંસફર અને પોસ્ટિંગ પર પ્રતિબંધ રહેશે. ફક્ત ચૂંટણી પંચની પરવાનગી બાદ કોઈ અધિકારી ટ્રાંસફર અથવા પ્રમોશન જરુરી સમજી શકાય તો કરી શકશે.
કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સરકારી યોજનાનું ઉદ્ધાટન/ઘોષણા પ્રતિબંધિત હોય છે એટલે કે, કોઈ પણ સરકારી યોજનાની જાહેરાત અથવા તો શિલાન્યાસ કરી શકશે નહીં.
પાર્ટીની સિદ્ધિઓની જાહેરાત સરકારી ખર્ચ પર નહીં આવે.
સાંસદ નિધિથી કોઈ નવું ફંડ જાહેર કરી શકશે નહીં.