દેશના ઓટો ક્ષેત્રમાં મારુતિની અલ્ટો અને સ્વિફ્ટ જેવી કારનું નામ ઓછી કિંમત અને સારી માઇલેજવાળી હેચબેક કારમાં આવે છે. ત્યારે જુલાઈમાં મારુતિ વેગનઆર વેચાણની દ્રષ્ટિએ મારુતિ અલ્ટો અને સ્વિફ્ટને પાછળ રાખીને દેશમાં સૌથી વધુ વેચાતી હેચબેક કાર બની ગઈ છે.
જુલાઈમાં મારુતિ સુઝુકી દ્વારા જારી કરાયેલા કાર વેચાણના આંકડા પ્રમાણે કંપનીએ વેગનઆરના કુલ 22,836 યુનિટ્સ વેચ્યા છે. ત્યારે આ વેચાણ ગયા વર્ષે એટલે કે જુલાઈ 2020 માં વેચાયેલા કુલ વેગનઆર કરતાં 13,515 યુનિટ વધારે છે.
ત્યારે બીજા નંબરે સ્વિફ્ટ છે જે સ્પોર્ટી દેખાતી કાર છે. કંપનીએ જુલાઈ 2021 માં આ કારના કુલ 18,434 યુનિટ વેચ્યા હતા.અને ગયા વર્ષે એટલે કે જુલાઈ 2020 માં આ કારના 10,173 યુનિટ વેચાયા હતા. જે આ વખતે 4,919 યુનિટ વધારે છે.
મારુતિ સુઝુકી બલેનો દેશની ત્રીજી સૌથી વધુ વેચાતી કાર છે ત્યારે કંપનીએ જુલાઈ 2021 માં આ કારના 18,434 યુનિટ વેચ્યા હતા . અને ગયા વર્ષે એટલે કે જુલાઈ 2020 માં કંપનીએ આ કારના કુલ 10,173 યુનિટ વેચ્યા હતા. જે આ વખતે 8,261 યુનિટ વધારે છે.
મારુતિ વેગનઆર કંપનીની સૌથી વધુ વેચાતી હેચબેક કાર છે જેને કંપનીએ પેટ્રોલ તેમજ CNG વેરિએન્ટમાં લોન્ચ કરી છે.ત્યારે આ હેચબેક સેગમેન્ટમાં એકમાત્ર કાર છે જે સારી બુટ સ્પેસ આપે છે.
વેગનઆરમાં કંપનીએ બે એન્જિન આપ્યા છે જેમાં પહેલું એન્જિન 998 સીસી અને બીજું એન્જિન 1197 સીસી છે. તેના 998 સીસી એન્જિનની વાત કરીએ તો તે 1.0 લિટર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 68 PS પાવર અને 90 Nm ટોર્ક જનરેટ કરી શકે છે.
1197 સીસી એન્જિન 1.2 લિટર પેટ્રોલ એન્જિન છે જે 83 પીએસ પાવર અને 113 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે
Read More
- 50 હજારનું વ્યાજ 10 લાખ રૂપિયા થઈ ગયું… ફાઇનાન્સરથી કંટાળી એક વ્યક્તિએ આત્મહત્યા કરી, વીડિયો વાયરલ
- રામ નવમી પર ભગવાન સૂર્ય કરશે બાળ રામ પર તિલક, જાણો તે દિવસે શું-શું ખાસ પોગ્રામ થશે
- મારુતિ ડિઝાયરનું ટોપ વેરિઅન્ટ ઘરે લાવવા માંગો છો? 2 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ પછી EMI કેટલી આવશે ?
- 29 માર્ચે શનિની ચાલ બદલાશે, આ 4 રાશિઓ માટે આવશે સારો સમય
- હિન્દુ નવું વર્ષ શરૂ થવાનું છે, રાજા સૂર્ય પોતે કમાન સંભાળશે! જાણી લો કેવી છે નવી નવી આગાહી