ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘરાજાની તોફાની બેટિંગ! ભારે વરસાદના એલર્ટ વચ્ચે જાણો કયા વિસ્તારો ભીંજાશે

ગુજરાતમાં મેધરાજા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આજે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.…

varsad

ગુજરાતમાં મેધરાજા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આજે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

આગામી 6 દિવસ સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગાહી મુજબ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની શક્યતાને કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રવિવાર, 26 જુલાઈના રોજ આ જિલ્લાઓમાં વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહી મુજબ, 26 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વાવ અને થરાદમાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે.

30 જુલાઈના રોજ આ જિલ્લાઓમાં વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા, ભારે વરસાદ અને પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ભારે વરસાદ દરમિયાન, સલામતી માટે નદીઓ, નાળાઓ અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું જરૂરી છે.

૨૪૨ તાલુકાઓમાં વરસાદ

આજે સવારથી રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવતાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે, જેના કારણે ૨૪૨ તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. પાટણના રાધનપુરમાં સૌથી વધુ ૮.૯ ઇંચ ભારે વરસાદ આકાશી આફત તરીકે પડ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *