હાલમાં રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે એને લઈને અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 10 ઈંચ વરસાદની શક્યતા પણ દર્શાવી છે. તો 21 ઓગસ્ટ બાદ પશ્ચિમ ઘાટમાં વરસાદ ઘટવાની શક્યતા છે. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે એવું પણ અંબાલાલનું અનુમાન છે અને 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે એવું અંબાલાલનું કહેવું છે.
આગાહી કરતાં અંબાલાલે જણાવ્યું કે 20 ઓગસ્ટ સુધીમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતાઓ રહેલી છે, અરબ સાગરમાં લો પ્રેશરના કારણે 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે, જેમાં કેટલાક ભાગોમાં નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહેલી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં 20 અને 21 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. 24 ઓગસ્ટ બાદ પશ્ચિમ ઘાટમાં ફરીથી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.
અંબાલાલે વાત કરી કે ગુજરાતના અમુક જિલ્લામાં 8 થી 10 ઇંચ વરસાદ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેલી છે, કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે અને 27 ઓગસ્ટના રોજ ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે, અંબાજી પગપાળા જતા યાત્રીઓને પણ વરસાદ નડી શકે છે.
તહેવારોમાં પણ અંબાલાલે આગાહી કરી છે કે ગણેશચતુર્થીમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. તો વળી નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે અને સાતમ આઠમ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે.
સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે.