અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. હવે પ્રશ્ન એ છે કે આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં. જોકે, આ સંદર્ભમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં તોફાનની શક્યતા છે. પરેશ ગોસ્વામીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સિસ્ટમ 21 તારીખે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે. જેમાં એક મજબૂત લો પ્રેશર બન્યું છે. તેથી અરબી સમુદ્રનું વર્તમાન તાપમાન તોફાનની રચના માટે અનુકૂળ છે, જેનો અર્થ એ છે કે હવે તોફાન આવવાની સંપૂર્ણ શક્યતા છે.
લો પ્રેશરની રચના સાથે, આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. ખાસ કરીને આ સિસ્ટમની અસર હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે દેખાઈ રહી છે. જેમાં આ વાવાઝોડું બિપરજોય વાવાઝોડાના ટ્રેકને પણ અનુસરી શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે, વાવાઝોડું બનવાની શક્યતા વધી રહી છે અને જો વાવાઝોડું બનશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે. જેમાં આ વાવાઝોડાને ‘શક્તિ’ નામ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જે ગતિવિધિ જોવા મળી રહી છે તે મુજબ ચક્રવાત બનવાની શક્યતા વધી રહી છે. જો ચક્રવાત રચાય છે, તો તે ચક્રવાત બિપરજોય જે ટ્રેક પર આગળ વધી રહ્યું હતું તે ટ્રેકને અનુસરી શકે છે. જેમાં ભારે વરસાદની અસર આ ચક્રવાત અંગે પણ જોવા મળી શકે છે.